Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

share market ખૂલતા જ કડાકો,સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો

શેરબજારની મજબૂત શરૂઆત સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં નિફ્ટીના 50 શેરમાં ઘટાડો share market:નબળા વૈશ્વિક સંકેતો છતાં સ્થાનિક શેરબજાર(share marke)માં આજે એટલે કે બુધવાર, 8 જાન્યુઆરીએ મજબૂત શરૂઆત થયા બાદ હવે શેરબજાર કથળ્યું છે. સેન્સેક્સ-નિફ્ટી બંને હવે રેડમાં છે. સેન્સેક્સ 214...
share market ખૂલતા જ કડાકો સેન્સેક્સ નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો
Advertisement
  • શેરબજારની મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં
  • નિફ્ટીના 50 શેરમાં ઘટાડો

share market:નબળા વૈશ્વિક સંકેતો છતાં સ્થાનિક શેરબજાર(share marke)માં આજે એટલે કે બુધવાર, 8 જાન્યુઆરીએ મજબૂત શરૂઆત થયા બાદ હવે શેરબજાર કથળ્યું છે. સેન્સેક્સ-નિફ્ટી બંને હવે રેડમાં છે. સેન્સેક્સ 214 પોઈન્ટ ઘટીને 77984 પર છે જ્યારે નિફ્ટી 53 પોઈન્ટના ઘટાડા સાથે 23654 પર છે. નિફ્ટીના ટોપ લૂઝર્સની યાદીમાં ટ્રેન્ટ 3.23%ના ઘટાડા સાથે ટોચ પર છે. શ્રીરામ ફાઇનાન્સમાં 2 ટકાથી વધુની ખોટ છે. BEL, અદાણી પોર્ટ્સ અને ઇન્ડસઇન્ડ બેન્ક પણ ટોપ લૂઝર્સની યાદીમાં છે. જ્યારે નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ ONGC, ડૉ. રેડ્ડી, રિલાયન્સ, સિપ્લા અને મારુતિ છે.

શેરબજારે મજબૂત શરૂઆત

નોંધનિય છે કે, આજે સવારે જ્યારે બજાર ખૂલ્યું ત્યારે શેરબજારે મજબૂત શરૂઆત કરી હતી. વાસ્તવમાં નબળા વૈશ્વિક સંકેતો છતાં સ્થાનિક શેરબજારમાં આજે એટલે કે બુધવાર, 8 જાન્યુઆરીએ મજબૂત શરૂઆત થઈ હતી. BSEનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 120 પોઈન્ટના વધારાની સાથે 78319 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે NSEના 50 શેરોના બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટીએ આજના કારોબારની શરૂઆત 38 પોઈન્ટના વધારા સાથે 23746 ના સ્તર પર કરી હતી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Stock Market:સતત ઘટાડા બાદ માર્કેટમાં રિકવરી, સેન્સેક્સ 78000 ને પાર!

નિફ્ટી 50 શેરમાં ઘટાડો

વૈશ્વિક બજારમાં આજે થયેલા નુકસાનને કારણે સ્થાનિક શેરબજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 બુધવારે ઘટાડા સાથે ખુલવાની ધારણા હતી. કારણ કે એશિયન બજારોમાં નીચા વેપાર થયા હતા જ્યારે ટેક્નોલોજી શેરોમાં વેચવાલી અને વધતી ટ્રેઝરી યીલ્ડને કારણે યુએસ શેરબજાર રાતોરાત ઘટ્યું હતું. સકારાત્મક વૈશ્વિક સંકેતો અને HMPV વાયરસની ચિંતામાં ઘટાડાને કારણે મંગળવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 234.12 પોઈન્ટ્સ અથવા 0.30% વધીને 78,199.11 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 91.85 પોઈન્ટ અથવા 0.39% વધીને 23,707.90 પર બંધ થયો.

આ પણ  વાંચો -Stock Market: આજે આ 5 શેર પર રાખો નજર, તેજીની શક્યતા!

એશિયન બજાર

બુધવારે એશિયન બજારોમાં ઘટાડા સાથે કારોબાર થયો. જાપાનનો નિક્કી 225 0.57% ઘટ્યો, જ્યારે ટોપિક્સ 0.45% ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.28% વધ્યો. જ્યારે, કોસ્ડેક ઇન્ડેક્સ સપાટ રહ્યો હતો. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ફ્લેટ ઓપનિંગનો સંકેત હતો.

Tags :
Advertisement

.

×