Share Market : ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી,આ શેરોમાં જોરદાર ઉછાળો
- ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી
- સેન્સેક્સમાં 592 પોઈન્ટનો વધારા
- NSE શેરોમાં સૌથી વધુ 20 ટકાનો ઉછાળો
Share Market : નાણાકીય વર્ષ 25 માં ભારતીય શેરબજારો (Share Market )પર તબાહી મચાવનાર અસ્થિરતા નવા નાણાકીય વર્ષમાં પણ ચાલુ રહી છે. મંગળવારના ભારે ઘટાડા પછી, આજે શેરબજાર સારા વધારા સાથે બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ આજે 0.78 ટકા અથવા 592 પોઈન્ટના વધારા સાથે 76,617 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેર લીલા રંગમાં અને 9 શેર લાલ રંગમાં બંધ થયા. આજે બધા ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા. તેનો અર્થ એ કે દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી.
આ શેરોમાં સૌથી વધુ વધારો થયો છે
આજે NSE શેરોમાં સૌથી વધુ 20 ટકાનો ઉછાળો હેસ્ટર બાયોસાયન્સમાં નોંધાયો હતો. આ ઉપરાંત, બાઝાર સ્ટાઇલ 20 ટકા, ઓર્ચાસપ 19.92 ટકા, કીનોટ ફાઇનાન્શિયલ 19.15 ટકા, ગુજરાત આલ્કલીઝ 17.55 ટકા વધ્યા હતા. આ ઉપરાંત, સૌથી મોટો ઘટાડો પંજાબ એન્ડ સિંધ બેંકમાં ૧૨ ટકા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૧૦.૯૭ ટકા, ધ પેરિયા કરમલાઈમાં ૮.૫૯ ટકાનો નોંધાયો હતો.
આ પણ વાંચો -GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
પ્રોપર્ટી સેક્ટરમાં સૌથી મોટી તેજી
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે બુધવારે નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ 3.61 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત, નિફ્ટી એફએમસીજી ૧.૧૩ ટકા, નિફ્ટી ઓટો ૦.૮૨ ટકા, નિફ્ટી આઈટી ૦.૮૪ ટકા, નિફ્ટી મીડિયા ૦.૬૧ ટકા, નિફ્ટી મેટલ ૦.૭૦ ટકા, નિફ્ટી ફાર્મા ૦.૮૭ ટકા, નિફ્ટી પીએસયુ બેંક ૦.૭૪ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક ૦.૭૪ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ ૦.૭૯ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૫૧ ટકા અને નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્શિયલ સર્વિસીસ ૧.૩૧ ટકા વધ્યા હતા.
આ પણ વાંચો -શેરબજારમાં આવેલા ભૂકંપ પાછળ છે આ 4 કારણો જવાબદાર!
મંગળવારે બજારની ચાલ કેવી રહી?
મંગળવારે સાવચેતીના કારણે ભારતીય શેરબજારોમાં ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ ૧,૩૯૦.૪૧ પોઈન્ટ અથવા ૧.૮૦ ટકા ઘટીને ૭૬,૦૨૪.૫૧ પર બંધ થયો. NSE નિફ્ટી 50 પણ 353.65 પોઈન્ટ અથવા 1.50 ટકા ઘટીને 23,165.70 પર બંધ થયો.મંગળવારે વિદેશી રોકાણકારો (FII) એ 5,901.63 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા હતા, જ્યારે DII એ 4,322.58 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?
જાપાનનો નિક્કી 0.28 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.58 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાનો ASX200 0.2 ટકા વધ્યો હતો. અમેરિકામાં, S&P 500 0.38 ટકા વધ્યો, અને Nasdaq Composite 0.87 ટકા વધ્યો. જોકે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.03 ટકા ઘટ્યો.