ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

share market: શેરબજાર ખૂલતા જ કડાકો, આ શેરમાં તેજી

ભારતીય શેરબજાર તેજી સાથે ખૂલ્યો સેન્સેક્સ 11 .08 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી 61.70 પોઈન્ટના ઘટાડો share market:સ્થાનિક બજારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસની શરૂઆત ((share market))ઘટાડા સાથે કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સમાં 123.75 પોઈન્ટ ઘટીને 79,099.36 પર ટ્રેડ કરી...
10:44 AM Jan 06, 2025 IST | Hiren Dave
ભારતીય શેરબજાર તેજી સાથે ખૂલ્યો સેન્સેક્સ 11 .08 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી 61.70 પોઈન્ટના ઘટાડો share market:સ્થાનિક બજારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસની શરૂઆત ((share market))ઘટાડા સાથે કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સમાં 123.75 પોઈન્ટ ઘટીને 79,099.36 પર ટ્રેડ કરી...
share market opening today

share market:સ્થાનિક બજારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસની શરૂઆત ((share market))ઘટાડા સાથે કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સમાં 123.75 પોઈન્ટ ઘટીને 79,099.36 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી પણ 61.70 પોઈન્ટના ઘટાડા સાથે 23,943.05 પર ટ્રેડ કરી રહ્યો હતો.

IT સેકટરમાં તેજી

IT સિવાય અન્ય તમામ સેકટરમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. નિફ્ટી પર, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, સિપ્લા, ઇન્ડસઇન્ડ બેંક, એશિયન પેઇન્ટ્સના શેરમાં નબળાઇ જોવા મળી હતી, જ્યારે બજાજ ફાઇનાન્સ, બજાજ ઓટો, ઇન્ફોસીસ, ટાઇટન કંપની અને M&Mના શેરમાં વધારો જોવા મળ્યો હતો.

લીલા નિશાનમાં શરૂઆત કરી હતી પરંતુ પછી બજાર તૂટ્યું હતું

જોકે બીએસઈ સેન્સેક્સે સોમવારે સવારે 50 પોઈન્ટથી વધુ ઉછળીને 79,281.65 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ તે પછી તે ઘટી ગયો હતો. શુક્રવારે સેન્સેક્સ 79,223 પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ તેજી સાથે ખુલ્યો હતો.

આ પણ  વાંચો -Bollywood કનેક્શન ધરાવતી આ બે મોટી કંપનીઓના આવી રહ્યા છે IPO

શેરબજારની પોઝિટીવ શરૂઆત

શેરબજારના 13 મુખ્ય ક્ષેત્રોમાંથી, શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન 11માં ઉછાળો હતો. વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલકેપ્સ અને મિડકેપ્સ પણ લગભગ 0.3% વધ્યા છે. ગયા અઠવાડિયે શુક્રવારે નિફ્ટી અને બીએસઈ સેન્સેક્સ બંને ફાયનાન્સિયલ અને આઈટી શેરોના કારણે ઘટ્યા હતા. જો કે, ઓટો શેરોએ માસિક વેચાણ ડેટામાં ઉછાળાને પગલે સાપ્તાહિક વધારો નોંધાવ્યો હતો.કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 172 પોઇન્ટના વધારા સાથે 79,395.67 અંક પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 42.65 પોઇન્ટના વધારા સાથે 24,047.40 અંકના વધારા સાથે ખૂલ્યો.

આ પણ  વાંચો -OYO માં રૂમ બુક કરાવનારા કપલ્સ માટે ખાસ સમાચાર

આ અઠવાડિયે બજાર કેવી ચાલશે?

આ સપ્તાહથી ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આઇટી ક્ષેત્રની ટોચની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના પરિણામો 9 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ટૂંકા ગાળામાં બજારની દિશા નક્કી કરવામાં આ મહત્ત્વની ભૂમિકા ભજવશે.તેમણે જણાવ્યું હતું કે યુએસ નીતિ અને કેન્દ્રીય બજેટ સહિત તમામ મુખ્ય ટ્રિગર્સની વચ્ચે કંપનીઓના ત્રિમાસિક પરિણામો ટૂંકા ગાળામાં સ્થાનિક ઇક્વિટીના પ્રદર્શનને આકાર આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Tags :
BSENiftyNifty 50NSESensexShare Market latest updateshare market opening todayshare market todayshare-marketStock MarketStock Market Latest Update
Next Article