Share Market :યુદ્ધ વિરામ બાદ શેરબજારે પકડી રફતાર,સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો
- યુદ્ધ વિરામ બાદ શેરબજારે પકડી રફતાર
- સેન્સેક્સમાં 700 પોઇન્ટના વધારો
- નિફ્ટી +192 માં પણ ઉછાળો
Share Market : ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ પૂર્ણ થતા જ શેરબજારે રફતાર પકડી છે. જેમાં BSE સેન્સેક્સ(sensex) 700 પોઇન્ટના વધારા સાથે 82,755 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી +192.0 (nifty)પોઇન્ટના વધારા સાથે 25,236.35 અંક પર બંધ થયો છે. બેંક નિફ્ટીમાં પણ રોનક જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં મજબૂતી જોવા મળી છે. જ્યારે INDIA VIX 3% કરતા વધારે વધીને 13ની નજીક પહોંચ્યો છે. એફએમસીજી અને આઇ ટી શેર્સમાં પણ આજે સારી તેજી જોવા મળી રહી છે.
સેન્સેક્સની 30 માંથી 3 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા.
બુધવારે, સેન્સેક્સની 30 માંથી 27 કંપનીઓના શેર લીલા નિશાનમાં ઉછાળા સાથે ખુલ્યા અને 3 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા. સેન્સેક્સ કંપનીઓમાંની એક, ટાટા ગ્રુપની ટાઇટનના શેર આજે સૌથી વધુ 1.55 ટકાના વધારા સાથે ખુલ્યા અને ICICI બેંકના શેર સૌથી વધુ 0.44 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
આ શેર્સમાં તેજી
ટાટા ગ્રુપ કંપની ટાઇટનનો શેર (ટાઇટન શેર) 1.50%, HUL શેર (1.20%), M&M શેર (1.10 %) અને રિલાયન્સ શેર લગભગ 1 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે મિડકેપ કેટેગરીના GICRE શેર (4.64 %), NIACL શેર (3.40%), કલ્યાણ જ્વેલર્સ શેર (3%), એન્ડ્યુરન્સ શેર (2.88%),ઇન્ડિયન હોટેલ કંપની શેર (2.75 %) અને દિલ્હીવેરી શેર (2.73%) ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.અન્ય શેરોમાં Nykaa શેર (2.10 %), Jublee Foods શેર (2%), SJVN શેર (2.60%), Crisil શેર (2.48%) જેવા વધારા સાથે ટ્રેડિંગ જોવા મળ્યું. અન્ય શેરોમાં Nykaa શેર (2.10%), Jublee Foods શેર (2%), SJVN શેર (2.60%), Crisil શેર (2.48%) જેવા વધારા સાથે ટ્રેડિંગ જોવા મળ્યું.
આ પણ વાંચો -EPFO ની મોટી ભેટ,Auto Settlement લિમિટ 1 લાખથી વધારી કરાઈ આટલા લાખ, જાણો
વૈશ્વિક બજારના શું છે સંકેત ?
જાપાનનો નિક્કેઇ 0.073 ટકાના સામાન્ય વધારા સાથે રહ્યો. જ્યારે ટોપિક્સ0.1 ટકા ઘટ્યો. ઓસ્ટ્રેલિયાનો એએસએક્સ 200 અને દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ સામાન્ય ઘટાડા સાથે ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. રોકાણકારોની નજર હવે ઓસ્ટ્રેલિયાના મે મહિનાના મોંઘવારીના આંકડા પર છે.
આ પણ વાંચો -Sustainable Growth માં પહેલીવાર ભારત ટોપ 100માં, જાણો પાડોશી દેશોના હાલ
અમેરિકી સ્ટોક ફ્યૂચર્સમાં સામાન્ય ઘટાડો
અમેરિકી બજારોની વાત કરીએ તો ત્યાં મોડી રાત્રે માર્કેટમાં મજબૂતી જોવા મળી, ડાઉજોન્સ 1.19 ટકાના વધારા સાથે 43,089 પર બંધ થયો જ્યારે એસએન્ડપી 500cex 1.11 ટકાનો વધારો રહ્યો. નૈસ્ડૈક કંપોઝિટ 1.43 ચકરા વધ્યો. નેસ્ડેક 100 રિકોર્ડ ક્લોઝિંગ આપ્યુ અને 1.53 ટકાના તેજી સાથે 22190 પર બંધ થયો. અમેરિકી સ્ટોક ફ્યૂચર્સમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો.


