Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Silver Price : ચાંદીની ચમક વધી ! માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં 3000નો ઉછાળો, જાણો નવા ભાવ

2025માં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપ્તાહની શરૂઆતમાં ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે MCX પર ચાંદીના ભાવમાં લગભગ ₹3,000નો વધારો થયો છે અને તે ₹1.95 લાખ પ્રતિ કિલો નજીક પહોંચી છે. સાથે જ સોનાના ભાવ પણ તેજી સાથે લાઈફ ટાઈમ હાઈ નજીક પહોંચ્યા છે.
silver price   ચાંદીની ચમક વધી   માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં 3000નો ઉછાળો  જાણો નવા ભાવ
Advertisement
  • Silver Price : ચાંદીના ભાવમાં મોટો ઉછાળો
  • સપ્તાહની શરૂઆતમાં ચાંદી મોંઘી, સોનામાં પણ તેજી
  • ચાંદી રૂ.1.95 લાખ પાર, સોનાનો ભાવ લાઈફ ટાઈમ હાઈ નજીક
  • સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા, બજારમાં ગરમાવો

Silver Price : સોના-ચાંદીના ભાવમાં 2025માં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ક્યારેક સોના-ચાંદીની કિંમતમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. તો ક્યારેક તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે આજે ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ખુલતા જ ચાંદીના ભાવમાં ₹ 3000ની આસપાસ પહોંચી ગયા છે. દરમિયાન સોનાના ભાવમાં પણ વધારો થયો છે.

ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાયો

ચાંદીના ભાવ (Silver Price) માં વધારો યથાવત જોવા મળી રહ્યો છે. સોમવારે ચાંદી તેના અગાઉના ભાવ એટલે કે શુક્રવારે માર્કેટ બંધ થયુ ત્યારના ભાવની સરખામણીમાં વધારો થયો. MCX ચાંદીનો ભાવ ₹1,95,825 પર પહોંચ્યો છે. જે તેના અગાઉના એટલે શુક્રવારે માર્કેટ બંધ થયું તે સમય કરતા ₹2,974નો વધારો છે.આનો અર્થ એ થયો કે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ચાંદી વધુ મોંઘી થઈ ગઈ છે.

Advertisement

Silver price jump

Advertisement

ચાંદીના ઉચ્ચ સ્તરની તુલનામાં વધારા પછી ચાંદીના વર્તમાન ભાવ વિશે વાત કરીએ તો તે અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. 2,01,615 રૂપિયા પ્રતિ કિલો છે. આ મુજબ, MCX પર ચાંદી હજુ પણ 5,790 રૂપિયા સસ્તી થઈ રહી છે.જો આપણે છેલ્લા એક અઠવાડિયામાં તેના ભાવમાં થયેલા વધારા પર નજર કરીએ, તો પાછલા સોમવારે ચાંદીનો ભાવ 1,81,740 રૂપિયા પ્રતિ કિલો હતો. જેની સાપેક્ષમાં ચાંદી હાલમાં 14,085 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.

Silver બાદ Gold ની કિંમતમાં પણ ઉછાળો

ચાંદીના ભાવ સાથે જ સોનાના ભાવમાં વધારો જોવા યથાવત જોવા મળી રહ્યો છે. આજે સોમવારે MCX પર સોનાના ભાવ ખુલતાની સાથે જ ઉછાળો જોવા મળ્યો છે.ગયા શુક્રવારની સરખામણીમાં, તે દિવસે ટ્રેડિંગ બંધ થયું ત્યારે, 5 ફેબ્રુઆરીએ એક્સપાયર થયેલા 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,33,622 રૂપિયા હતો.જે વધીને 1,34,859 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ રીતે, સોનાના ભાવમાં 1237 રૂપિયાનો વધારો થયો છે.

Silver price hits record high

જો આપણે MCX પર સોનાનો ભાવ તેના લાઈફ ટાઈમ હાઈ લેવલ નજીક પહોંચી રહ્યો છે.હકીકતમાં, MCX સોનાનો ઉચ્ચતમ સ્તર ₹1,35,263 છે, અને હાલમાં, તે ફક્ત ₹404 ઓછા ભાવે ઉપલબ્ધ છે. ગયા અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસની તુલનામાં, સોમવારે સોનું ઘણું મોંઘું થયું છે.8 ડિસેમ્બરના રોજ, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો વાયદા ભાવ ₹1,29,962 પ્રતિ 10 ગ્રામ હતો.

આ પણ વાંચો :   Silver Price Record break : ચાંદીના ભાવ ₹2,00,000 ને પાર, માર્કેટ કેપિટલાઇઝેશનમાં માઇક્રોસોફ્ટને પછાડી દીધું!

Tags :
Advertisement

.

×