Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market : શેરબજાર તેજી સાથે બંધ,સેન્સેક્સમાં 1000 પોઇન્ટ ઉછળ્યો

શેર માર્કેટ તેજીથી પૂરપાટ દોડી સેન્સેક્સ 1000 પોઇન્ટના વધારો નિફ્ટી 285 પોઇન્ટના વધારો share market : શેર માર્કેટ (share market)તેજીથી પૂરપાટ દોડી રહ્યું છે.જેમાં સેન્સેક્સ (sensex)1000 પોઇન્ટના વધારા સાથે 83755 અંકે બંધ થયો છે. જ્યારે નિફ્ટી(nifty) 285 પોઇન્ટના વધારા...
stock market   શેરબજાર તેજી સાથે બંધ સેન્સેક્સમાં 1000 પોઇન્ટ ઉછળ્યો
Advertisement
  • શેર માર્કેટ તેજીથી પૂરપાટ દોડી
  • સેન્સેક્સ 1000 પોઇન્ટના વધારો
  • નિફ્ટી 285 પોઇન્ટના વધારો

share market : શેર માર્કેટ (share market)તેજીથી પૂરપાટ દોડી રહ્યું છે.જેમાં સેન્સેક્સ (sensex)1000 પોઇન્ટના વધારા સાથે 83755 અંકે બંધ થયો છે. જ્યારે નિફ્ટી(nifty) 285 પોઇન્ટના વધારા સાથે 25529 અંકે બંધ થયો છે. HDFC, ICICI BANK, ભારતી અને રિલાયન્સે જોશ ભર્યો છે.

માર્કેટમાં જોરદાર તેજી

વૈશ્વિક બજારોમાં પોઝિટીવ વલણ જોવા મળતા ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ લીલા નિશાનમાં બંધ થયુ છે. રોકાણકારોમાં પોઝિટીવ વલણ જોવા મળી રહ્યું છે.બેંક નિફ્ટીમાં રોનક જોવા મળી રહી છે. સિમેન્ટ કંપનીના શેરમાં પણ ખરીદી જોવા મળી છે. આ ઉપરાંત શ્રીસિમેન્ટ, ડાલમિયા ભારત, અલ્ટ્રાટ્રેક અને રૈમકો સિમેન્ટ દોઢથી 2 ટકા વધ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -હવે ટુ-વ્હીલર ચાલકોએ પણ આપવો પડશે ટોલ ટેક્સ, જાણો વધુ વિગત

Advertisement

બેંક નિફ્ટીમાં જોરદાર તેજી

બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ ક્રમશઃ 0.59 ટકા અને 0.42 ટકાના ઘટાડા સાથે બંધ થયા. સેક્ટોરલ મોરચા પર બેંક નિફ્ટી 1.13 ટકા ઉછળીને 57,263ના ઇન્ટ્રા ડે હાઇ પર પહોંચી ગયો છે. જે 1.03 ટકાના વધારા સાથે 57,206 પર બંધ થયો.

આ પણ  વાંચો -Share Market :યુદ્ધ વિરામ બાદ શેરબજારે પકડી રફતાર,સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો

વૈશ્વિક સંકેતો શું કહે છે?

વૈશ્વિક સ્તરે ગુરુવારે એશિયા-પેસિફિક બજારોની મિશ્ર શરૂઆત થઈ. રોકાણકારો ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામની પ્રગતિ પર નજર રાખી રહ્યા છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.98% વધ્યો છે જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.48% વધ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.51% ઘટ્યો અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.11% ઘટ્યો.

યુએસ બજારો વિશે વાત કરતા ફેડના ચેરમેન જેરોમ પોવેલે સેનેટ સમક્ષ જુબાની દરમિયાન પુનરોચ્ચાર કર્યો કે જો ફુગાવો કામચલાઉ સાબિત થાય તો વ્યાજ દરમાં ઘટાડો શક્ય છે, જોકે તેમણે કોઈ સમયરેખા સૂચવી ન હતી. ટ્રમ્પ વહીવટીતંત્ર સતત ફેડ પર દર ઘટાડા માટે દબાણ કરી રહ્યું છે. બુધવારે રાત્રે યુએસ બજારો હળવા અસ્થિર હતા. S&P 500 0.31% ના વધારા સાથે 19,973.55 પર નજીવા ઘટાડા સાથે બંધ થયો હતો જ્યારે ડાઉ જોન્સ 0.25% ઘટીને 42,982.43 પર બંધ થયો હતો.

Tags :
Advertisement

.

×