Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market : સતત ચોથા દિવસે શેરબજાર તેજી સાથે બંધ,સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો

Stock Market : સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 303 પોઈન્ટના વધારા સાથે 84,058.90 પર બંધ થયો. બીજી તરફ, NSE પર નિફ્ટી 0.35 ટકાના વધારા સાથે 25,637.80 પર બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિયાન,નિફ્ટીમાં જિયો ફાઇનાન્શિયલ,...
stock market   સતત ચોથા દિવસે શેરબજાર તેજી સાથે બંધ સેન્સેક્સમાં  આટલા પોઈન્ટનો ઉછાળો
Advertisement

Stock Market : સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 303 પોઈન્ટના વધારા સાથે 84,058.90 પર બંધ થયો. બીજી તરફ, NSE પર નિફ્ટી 0.35 ટકાના વધારા સાથે 25,637.80 પર બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિયાન,નિફ્ટીમાં જિયો ફાઇનાન્શિયલ, ઇન્ડસઇન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, એશિયન પેઇન્ટ્સ, એપોલો હોસ્પિટલ્સના શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો, જ્યારે ટ્રેન્ટ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ઇટરનલ, વિપ્રો, ટાટા કન્ઝ્યુમરના શેરમાં નુકસાન રહ્યું હતું. #Nifty50

લીલા નિશાને બંધ માર્કેટ

વૈશ્વિક બજારોમાં પોઝિટીવ વલણ વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશન એટલે કે શુક્રવારે વધારા સાથે બંધ થયો. આ સાથે બજારમાં ચોથા ટ્રેડિંગ સેશનમાં વધારો જોવા મળ્યો. અમેરિકામાં ટેરિફની સમયસીમામાં સંભવિત ઢીલ મળવાની આશાને પગલે ગ્લોબલ માર્કેટ સહિત સ્થાનિક બજારોમાં પોઝિટીવ માહોલ જોવા મળ્યો. ઇન્ડેક્સમાં ભારે ભરખમ વજન રાખનારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકમાં સતત ખરીદીને કારણે માર્કેટને સારુ પુશ મળ્યો છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Stock Market : શેરબજાર તેજી સાથે બંધ,સેન્સેક્સમાં 1000 પોઇન્ટ ઉછળ્યો

વૈશ્વિક બજારમાં શું છે સ્થિતિ ?

એશિયાઇ બજારમાં પણ મજબૂતી જોવા મળી હતી. અમેરિકામાંથી મળી રહેલા સકારાત્મક સંકેતને પગલે આ શક્ય બન્યું. વ્હાઇટ હાઉસએ ટેરિફની સમય સીમાને લઇને નરમ વલણ બતાવ્યુ છે જેનાથી રોકાણકારોને રાહત મળી છે.એશિયાઇ માર્કેટની વાત કરીએ તો, જાપાનનો નિક્કેઇ 1.22 ટકા વધ્યો. જ્યારે ટૉપિક્સ ઇન્ડેક્સમાં 1.1 ટકાની તેજી જોવા મળી. ટોકિયોમાં કોર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જૂનમાં વાર્ષિક આધારે 3.1 ટકા વધ્યો ડે મેમાં 3.6 ટકા અને અનુમાનિત 3.3 ટકાથી ઓછો રહ્યો. દક્ષિણ કોરિયાની કોસ્પી અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 પણ 0.4 ટકાના વધારામાં રહ્યા.

આ પણ  વાંચો -હવે ટુ-વ્હીલર ચાલકોએ પણ આપવો પડશે ટોલ ટેક્સ, જાણો વધુ વિગત

અમેરિકાના માર્કેટની વાત કરી

અમેરિકાના માર્કેટની વાત કરીએ તો, ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી. S&P 500 ઇન્ડેક્સ 0.8 ટકા વધીને 6141 પર બંધ થયો જે ફેબ્રુઆરીમાં ઓલટાઇમ 6,147.43ની નજીક છે. Nasdaq Composite 0.97 ટકા વધીને 20,167.91 બંધ થયો જ્યારે ડાઉ જોન્સમાં 404.41 અંકોનો વધારો રહ્યો જે 43,386.84 પર બંધ થયો.

Tags :
Advertisement

.

×