Share Market Closing : સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ,સેન્સેક્સ 375 પોઈન્ટ તૂટયો
- સતત બીજા દિવસે માર્કેટ ઘટાડા સાથે બંધ
- સેન્સેક્સમાં 375 પોઈન્ટનો ઘટાડો
- ટેક મહિન્દ્રાના શેર ભારે ઘટાડા સાથે બંધ
Share Market Closing : બે દિવસના વધારા બા આજે ભારતીય શેરબજારમાં (Share Market)ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો.ગુરુવારે,BSE સેન્સેક્સ (sensex)375.24 પોઈન્ટ (0.45%) ના નજીવા વધારા સાથે 82,259.24 પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે NSE નો નિફ્ટી(Nifty 50) 50 ઈન્ડેક્સ પણ 100.60 પોઈન્ટ (0.40%) ના ઘટાડા સાથે 25,111.45 પોઈન્ટ પર બંધ થયો. આજે બંને મુખ્ય શેરબજારના મોટાભાગના શેર લાલ નિશાનમાં બંધ થયા. તમને જણાવી દઈએ કે બુધવારે, સેન્સેક્સ 63.57 પોઈન્ટ (0.08%) ના નજીવા વધારા સાથે 82,634.48 પોઈન્ટ પર બંધ થયો અને નિફ્ટી 50 ઈન્ડેક્સ 16.25 પોઈન્ટ (0.06%) ના વધારા સાથે 25,212.05 પોઈન્ટ પર બંધ થયો.ટેક મહિન્દ્રાના શેર ભારે ઘટાડા સાથે બંધ થયા
19 શેર વધારા સાથે લીલા રંગમાં બંધ
આજે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી, ફક્ત 8 શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા અને બાકીની 22 કંપનીઓ ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા. તેવી જ રીતે, નિફ્ટીની 50 કંપનીઓમાંથી, ફક્ત 19 શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા અને 31 શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા, જ્યારે એક કંપનીનો શેર આજે કોઈ ફેરફાર વિના બંધ થયો. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા સ્ટીલના શેર સૌથી વધુ 1.68 ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ટેક મહિન્દ્રાના શેર સૌથી વધુ 2.68 ટકાના ઘટાડા સાથે બંધ થયા.
આ પણ વાંચો -Silver Price : શું ચાંદીની કિંમત 2 લાખને પાર જશે ! જાણો છ મહિનામાં કેટલો વધ્યો ભાવ
ટોપ ગેનર અને ટોપ લુઝર
સેન્સેક્સ કંપનીઓમાં ટ્રેન્ટ લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, BEL, ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને ટાઇટન કંપની લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં આ શેરોમાં 1 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટેક મહિન્દ્રા, ICICI બેંક, ઇટરનલ (ઝોમેટો), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HUL અને અદાણી પોર્ટ્સ ઘટેલા શેરોમાં સામેલ હતા. તેમાં 1.25 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો.
આ પણ વાંચો -Share Market Closing: શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ,આ શેરમાં મોટું નુકસાન
નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1 ટકા પર
નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.4 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી IT અને નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ લાલ નિશાનમાં છે. જોકે, તેઓ નીચલા સ્તરથી ઉપર છે. જ્યારે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1 ટકા ઉપર છે.


