Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market Closing: શેરબજાર નજીવા વધારા સાથે બંધ,સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો

શેરબજારે નવા ક્વાર્ટર સામાન્ય વધારા સાથે બંધ સેન્સેક્સ 90.83 પોઈન્ટનો ઉછાળો ડિફેનસ શેરમાં તોફાની તેજી જોવા મળી Stock Market Closing : ભારતીય શેરબજારે નવા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) ની શરૂઆત લીલા રંગમાં થોડી વૃદ્ધિ સાથે કરી. મંગળવાર, 1 જુલાઈના રોજ, BSE...
stock market closing  શેરબજાર નજીવા વધારા સાથે બંધ સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો
Advertisement
  • શેરબજારે નવા ક્વાર્ટર સામાન્ય વધારા સાથે બંધ
  • સેન્સેક્સ 90.83 પોઈન્ટનો ઉછાળો
  • ડિફેનસ શેરમાં તોફાની તેજી જોવા મળી

Stock Market Closing : ભારતીય શેરબજારે નવા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) ની શરૂઆત લીલા રંગમાં થોડી વૃદ્ધિ સાથે કરી. મંગળવાર, 1 જુલાઈના રોજ, BSE સેન્સેક્સ 90.83 પોઈન્ટ (0.11%) ના વધારા સાથે 83,697.29 પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે NSE નો નિફ્ટી 50 પણ 24.75 પોઈન્ટ (0.10%) ના ઘટાડા સાથે 25,541.80 પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે, BSE સેન્સેક્સ 80 પોઈન્ટ ઉછળીને 83,685.66 પોઈન્ટ પર પહોંચ્યો અને નિફ્ટીએ 7.60 પોઈન્ટના વધારા સાથે 25,525 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યું.

Advertisement

ડિફેનસ શેરમાં તોફાની તેજી જોવા મળી

રિલાયન્સ, એચડીએફસી અને ભારતી એરટેલએ માર્કેટમાં જોશ ભર્યો છે. જો કે બેંક નિફ્ટી અને મિડકેપમાં આજે ફ્લેટ કારોબાર થઇ રહ્યું હતું. ડિફેનસ શેરમાં તોફાની તેજી જોવા મળી હતી. ઇન્ડેક્સ લગભગ 1.5 ટકા વધ્યો. બીઇએલ 3 ટકાનો ઉછાળાની સાથે લાઇફ હાઇ પર પહોંચ્યો હતો.આઇટી શેરમાં ખરીદીનો મૂડ જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ લગભગ અડધો ટકા વધ્યું. ઓરેકલ, પરસિસ્ટેન્ટ અને ઇન્ફોસિસમાં સૌથી વધારે રોનક દોવા મળી. પરંતુ ફાર્મા અને મેટલમાં થોડુ પ્રેશર રહ્યું.

Advertisement

આ પણ વાંચો -Small Savings Schemes માં કેટલું મળશે વ્યાજ? સરકારે નવા વ્યાજદરની કરી જાહેરાત

કેપ ઇન્ડેક્સમાં 0.4 ટકાના વધારો

સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ક્લોઝ થયા. નિફ્ટી બેંક વધારા સાથે બંધ થયો. તેલ-ગેસ, મેટલ ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયો. એફએમસીજી, રિયલ્ટી આઇટી શેર્સમાં પ્રેશર રહ્યું,.બીએસઇ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.4 ટકાના વધારા સાથે બંધ થયો.

આ પણ વાંચો -LPG Cylinder Price Cut : ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત! જાણો શું છે નવો દર

ટોપ ગેનર અને ટોપ લુઝર

અપોલો હોસ્પિટલ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેંક, જીઓ ફાઇનાન્સિયલ નિફ્ટીના ટોપ ગેનર રહ્યા. જ્યારે એક્સિસ બેંક નેસ્લે, શ્રીરામ ફાઇનાન્સ, ઇટર્નલ, ટ્રેન્ટ નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા.

એશિયાઇ બજારોની શું છે સ્થિતિ ?

  • જાપાનનો નિક્કેઇ 0.87 ટકા ઘટ્યો જ્યારે ગત સેશનમાં 11 મહિનાના હાઇ સ્તરે પહોંચ્યો હતો.
  • ટૉપિક્સ ઇન્ડેક્સ પણ 0.52 ટકાથી નીચે રહ્યો.
  • સાઉથ કોરિયામાં કોસ્પી ઇન્ડેક્સ 1.83 ટકા વધ્યો.
  • ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.15 ટકા વધ્યો
  • હોંગકોંગના માર્કેટમાં રજા હોવાને કારણે ટ્રેડિંગ બંધ રહ્યું
  • અમેરિકાના બજારોમાં તેજી
Tags :
Advertisement

.

×