Stock Market Closing: શેરબજાર લાલ નિશાનમાં બંધ, આ શેરમાં તેજી
- શેરબજારમાં ઘટાડા સાથે બંધ
- સેન્સેક્સ 94.24 પોઇન્ટના ઘટાડો
- બજારમાં રિકવરી જોવા મળી
Stock Market Closing: શેરબજારમાં બુધવારે (Stock Market Closing:)ઘટાડાનો દોર જોવા મળ્યો હતો. શેરમાર્કેટમાં લાલ નિશાનમાં બંધ થયું હતું.સેન્સેક્સ 94.24 પોઇન્ટના ઘટાડા સાથે 75,873.15 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 28.15 પોઇન્ટના ઘટાડા સાથે 22,917.15 અંકે બંધ થયો. મહત્વનું છે કે સવારે લાલ નિશાનમાં શેરબજાર ખુલ્યુ હતું. થોડા સમય પછી બેન્કિંગ સેક્ટરના પગલે બજારમાં રિકવરી જોવા મળી હતી.
શેર બજાર ઘટાડા સાથે બંધ
મિડકેપ, સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી જ્યારે રિયલ્ટી, પીએસઈ, મેટલ શેરોમાં ખરીદી જોવા મળી. આજના કારોબારમાં ઊર્જા, બેંકિંગ, તેલ-ગેસ સૂચકાંકો વધારા સાથે બંધ થયા. જોકે, આઇટી, ફાર્મા, એફએમસીજી શેરો દબાણ હેઠળ રહ્યા હતા. જ્યારે નિફ્ટીમાં ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટીસીએસ, એચયુએલ, ઇન્ફોસિસ, અદાણી એન્ટરપ્રાઇઝિસ સૌથી વધુ ઘટ્યા હતા. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ, હિન્ડાલ્કો, એલ એન્ડ ટી, એક્સિસ બેંક, આઇશર મોટર્સ નિફ્ટીના સૌથી વધુ ફાયદાકારક શેર હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.2 ટકાના વધારા સાથે બંધ થયો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 2.4 ટકાના વધારા સાથે બંધ થયો.
આ પણ વાંચો -પાસપોર્ટ ધારકો માટે ખુશખબર! હવે આ દેશ આપશે ભારતીયોને વિઝા ઓન અરાઇવલ સેવા
ઇનાન્શિયલ સર્વિસીસમાં સૌથી વધુ વધારો
મહત્વની વાત કરવામાં આવે તો નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં સૌથી વધુ વધારો 2.16 ટકા, નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમમાં 1.15 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.74 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.44 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 1.67 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 1.13 ટકા, નિફ્ટી પીએસયુ બેંકમાં 1.33 ટકા, નિફ્ટી મેટલમાં 1.25 ટકા, નિફ્ટી મીડિયામાં 1.43 ટકા, નિફ્ટી બેંકમાં 0.98 ટકા અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 0.76 ટકાનો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત, નિફ્ટી ઓટો 0.04 ટકા, નિફ્ટી FMCG 0.23 ટકા, નિફ્ટી IT 1.30 ટકા, નિફ્ટી ફાર્મા 0.71 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.78 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.15 ટકા ઘટ્યા હતા.


