Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market : શેર બજાર તેજીમાં,સેન્સેક્સ 141 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

Stock Market : ભારતીય શેરબજાર(Stock Market)માં ગુરુવારે ટ્રેડિંગ સેશનમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો. આજના સત્રમાં ફરી એકવાર બેન્કિંગ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. મેટલ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. તેથી મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેરમાં ફરી ચમક...
stock market    શેર બજાર તેજીમાં સેન્સેક્સ 141 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
Advertisement

Stock Market : ભારતીય શેરબજાર(Stock Market)માં ગુરુવારે ટ્રેડિંગ સેશનમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો. આજના સત્રમાં ફરી એકવાર બેન્કિંગ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. મેટલ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. તેથી મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેરમાં ફરી ચમક જોવા મળી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 141 પોઈન્ટના ઉછાળા સાથે 77,479 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 51 પોઈન્ટના ઉછાળા સાથે 23,567 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

કયા ક્ષેત્રની શું સ્થિતિ ?

આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી બેન્કમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી રહી છે. જ્યારે ઓટો અને ફાર્મા શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આજના સેશનમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી ખરીદી જોવા મળી હતી. BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. BSE પર કુલ 3976 શેરોનું ટ્રેડિંગ થયું હતું જેમાં 2295 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 1554 નુકસાન સાથે બંધ થયા હતા. 291 શેરોમાં અપર સર્કિટ લાગી છે.

Advertisement

માર્કેટ કેપમાં ઉછાળો

શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 435.91 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂ. 433.95 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.96 લાખ કરોડનો ઉછાળો આવ્યો હતો.

Advertisement

નિરાશા જનક સ્ટોક

આજના વેપારમાં, JSW 1.67 ટકા, ટાટા સ્ટીલ 1.28 ટકા, ICICI બેન્ક 1.05 ટકા, રિલાયન્સ 1 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.96 ટકા, એક્સિસ બેન્ક 0.95 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.88 ટકા વધી રહ્યા છે. જ્યારે સન ફાર્મા 2.24 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.10 ટકા, NTPC 1.26 ટકા, SBI 1.03 ટકા, વિપ્રો 1.03 ટકા, પાવર ગ્રીડ 0.90 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

આ પણ  વાંચો - Sugar: ખાંડની મિઠાશ મોંઘી પડશે, આટલા રૂપિયા વધી શકે છે ભાવ

આ પણ  વાંચો - Gold-silver ના ભાવમાં થયો વધારો, ખરીદતા પહેલા જાણો નવો ભાવ

આ પણ  વાંચો  - investors : વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજાર માટે તિજોરી ખોલી, આટલા હજાર કરોડનું રોકાણ કર્યું

Tags :
Advertisement

.

×