Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market Opening : આજે શરુઆતી કારોબારમાં ભારે ઉછાળો, સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટે GSTમાં મોટા ફેરફારોની જાહેરાત બાદ તેની હકારાત્મક અસર શેરબજાર પર જોવા મળવાની ધારણા હતી. આ ધારણા સાચી પડી છે. વાંચો વિગતવાર.
stock market opening   આજે શરુઆતી કારોબારમાં ભારે ઉછાળો  સેન્સેક્સમાં  1100 પોઈન્ટનો વધારો
Advertisement
  • Stock Market Opening માં જ સેન્સેક્સ 1100 પોઈન્ટનો વધારો
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટે GSTમાં મોટા ફેરફારોની જાહેરાતની અસર
  • NSE પર નિફ્ટી 25000 પર પહોંચ્યો, ખરીદદારોમાં ઉત્સાહ

Stock Market Opening : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટે GSTમાં મોટા ફેરફારોની જાહેરાત બાદ તેની હકારાત્મક અસર શેરબજાર પર જોવા મળવાની ધારણા હતી. આ ધારણા સાચી પડી છે. શરુઆતી કારોબારમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ - BSE નો 30 શેરનો સેન્સેક્સ ખુલતાની સાથે જ 1100 પોઈન્ટથી વધુ ઉછળ્યો. આ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ - NSE નો નિફ્ટી પણ મજબૂતાઈ દર્શાવી અને શરૂઆત સાથે જ 350 પોઈન્ટ વધીને 25,000 ના આંકડે પહોંચી ગયો.

Stock Market Opening માં જ ઉછાળો

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ બંને સૂચકાંકો રોકેટની જેમ દોડવા લાગ્યા. BSE પર સેન્સેક્સ 80,597.66 ના પાછલા બંધ સ્તરથી 81,315 પર ખુલ્યો અને પછી થોડીવારમાં અચાનક 1100 થી વધુ પોઈન્ટ ઉછળીને 81,713.30 ના સ્તરે ટ્રેડિંગ કરતો જોવા મળ્યો. જ્યારે NSEનો નિફ્ટી-50 પણ તેના અગાઉના બંધ સ્તર 24,631.30 થી ઉછળીને 24,938.20 પર ખુલ્યો અને પછી થોડીવારમાં 350 થી વધુ પોઈન્ટના વધારા સાથે 25,000.80 ના સ્તરે પહોંચ્યો.

Advertisement

Stock Market Opening Gujarat- First-18-08-2025--

Stock Market Opening Gujarat- First-18-08-2025--

Advertisement

વડાપ્રધાનની GST ની જાહેરાત બાદ હકારાત્મક અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટે GST માં મોટા ફેરફારોની જાહેરાત બાદ તેની હકારાત્મક અસર શેરબજાર પર જોવા મળવાની ધારણા હતી. GST સુધારાના પ્રસ્તાવમાં મોટાભાગની ચીજવસ્તુઓને 2 મુખ્ય સ્લેબ 5% અને 18% હેઠળ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે તમાકુ અને ઓનલાઈન ગેમિંગ જેવી કેટલીક વસ્તુઓ પર 40% નો ભારે કર દર લાદવાનો પ્રસ્તાવ છે. આ જાહેરાતને પરિણામે સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યો. અગાઉ વૈશ્વિક સંકેતો પણ બજારમાં તેજીની તરફેણમાં હતા અને GIFT નિફ્ટીની સાથે બધા એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં 10% ઘટાડો : ખાતરથી લઈને ફ્રિજ-સિમેન્ટ સુધીની ચીજ વસ્તુઓ થશે સસ્તી

આ મોટા શેરોમાં થઈ નોંધનીય વૃદ્ધિ

શેરબજારમાં તેજી વચ્ચે મારુતિ શેર (7.27%), બજાજ ફાયનાન્સ શેર (6%), બજાજ ફિનસર્વ શેર (4.66%), એમ એન્ડ એમ શેર (4.58%), ટ્રેન્ટ શેર (3.82%), HUL શેર (3.36%), ટાટા મોટર્સ શેર (2.40%) સહિતની લાર્જ કેપ કંપનીઓ ઉછાળા સાથે ટ્રેડ કરી રહી હતી. BSE ના લાર્જકેપની જેમ મિડ અને સ્મોલકેપમાં પણ ઉછાળો જોવા મળ્યો. NIACL શેર (7.66%), અશોક લેલેન્ડ શેર (6.56%), એન્ડ્યુરન્સ શેર (6.41%), વોલ્ટાસ શેર (6.30%), વ્હર્લપૂલ શેર (5.86%) મિડકેપમાં વધ્યો. જ્યારે સ્મોલકેપમાં ગ્રીન પાવર શેર (11.99%), IFB ઇન્ડિયા શેર (10.85), એમ્બર શેર (8.18%) તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ PM Modi : GSTમાં 2 જ સ્લેબ, સામાન સસ્તો થશે, PM મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ

Tags :
Advertisement

.

×