Stock Market Opening : સતત 3જા દિવસે બજારની તેજી સાથે શરુઆત, સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા
- સતત 3જા દિવસે શેરમાર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું
- સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઉછાળો જોવા મળ્યો
- સેન્સેક્સ 82,877.60 અને નિફ્ટી 28,287.50 પર ખુલ્યો
Stock Market Opening : ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામની અપેક્ષાને પરિણામે એશિયન શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. એશિયન બજારોની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. આજે ગુરુવારે BSE પર સેન્સેક્સ 122 પોઈન્ટના વધારા સાથે 82,877.60 અને NSE પર નિફ્ટી 0.17 ટકાના વધારા સાથે 25,287.50 પર ખુલ્યો. ગત રોજ બુધવાર સાંજે શેરબજાર ગ્રીનઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 700 પોઈન્ટના વધારા સાથે 82,755.51 અને NSE પર નિફ્ટી 25,244.75 પર બંધ થયા હતા.
સેન્સેક્સમાં કંપનીઓની સ્થિતિ
સેન્સેક્સના BEL, Eternal, Bharti Airtel, Tata Steel, Maruti અને Bajaj Finance ના શેરમાં વધારો જોવા મળ્યો. જ્યારે Tech Mahindra, Kotak Mahindra Bank, SBI, TCS અને Reliance Industries ના શેરમાં ઘટાડો જોવા મળ્યો. One Mobikwik Systems ના શેરમાં 6% થી વધુ ઘટાડો થયો. Texmaco Rail and Engineering ના શેરમાં 9% વધારો થયો. કંપનીને કેમેરોનિયન કંપની CAMALCO SA તરફથી $62.24 મિલિયન (લગભગ રૂ. 535 કરોડ) નો મોટો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મળ્યો છે.
આ પણ વાંચોઃ Share Market :યુદ્ધ વિરામ બાદ શેરબજારે પકડી રફતાર,સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો
સતત વધારો હજૂ પણ મુશ્કેલ
Nifty ના Auto, Financial Services, FMCG, Metal, Pharma, Consumer Durables અને Oil Gas માં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, Realty, PSU Bank અને IT માં મંદી જોવા મળી રહી છે. જો કે સ્ટ્રેટેજિક એકસપર્ટ અનુસાર ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામથી વૈશ્વિક બજારો જોખમ લેવાની તૈયારી દર્શાવી રહ્યા છે. જો કે પારસ્પરિક ટેરિફનો મુદ્દો હજૂ પણ વણઉકેલાયેલો હોવાથી, સતત વધારો થોડો મુશ્કેલ રહેશે. આનો અર્થ એ છે કે બજારમાં હજુ પણ કેટલીક અનિશ્ચિતતા રહેલી છે.
આ પણ વાંચોઃ Sustainable Growth માં પહેલીવાર ભારત ટોપ 100માં, જાણો પાડોશી દેશોના હાલ


