Stock Market Opening : શેરબજાર સતત 3જા દિવસે ગ્રીનઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં શરુઆતી ઉછાળો જોવા મળ્યો
- Stock Market Opening,
- આજે કારોબારી સપ્તાહના 3જા દિવસે શેરબજાર ગ્રીનઝોનમાં ખુલ્યું
- સેન્સેક્સ અને નિફ્ટી એમ બંને સૂચકાંકોમાં શરુઆતી ઉછાળો જોવા મળ્યો
- શરુઆતી ઉછાળા બાદ શેરબજારે રેડઝોન તરફ રુખ કર્યુ
Stock Market Opening : આજે કારોબારી સપ્તાહના સતત 3જા દિવસે શેરબજાર ગ્રીનઝોન (GreenZone) માં ખુલ્યું. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) એમ બંને સૂચકાંકોમાં શરુઆતી ઉછાળો જોવા મળ્યો. જો કે શરુઆતી ઉછાળા બાદ શેરબજારે રેડઝોન તરફ રુખ કર્યુ. આજે કારોબારની શરુઆતમાં BSE સેન્સેક્સ 138.11 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. NSE નિફ્ટી-50 ઈન્ડેક્સ પણ 36.90 પોઈન્ટના વધારા સાથે 24,616.50 પોઈન્ટ પર ખુલ્યો.
Stock Market Opening માં શરુઆતી ઉછાળો
આજે કારોબારી સપ્તાહના સતત 3જા દિવસે બુધવારે BSE પર સેન્સેક્સ 138.11 પોઈન્ટ એટલે કે 0.17% ના વધારા સાથે 80,295.99 પોઈન્ટ પર ખુલ્યો. તે જ રીતે NSE નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ આજે 36.90 પોઈન્ટ (0.15%) ના વધારા સાથે 24,616.50 પોઈન્ટ પર ખુલ્યો. જો કે ગ્રીનઝોનમાં શરુ થયેલ શેરબજારમાં થોડીવાર બાદ રેડઝોન (RedZone) માં આવી ગયો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ પાછલા સ્તરોથી વધુ નીચે ગયો અને 24550 પોઈન્ટના સ્તરથી નીચે સરકી ગયો. બેંક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
Stock Market Opening Gujarat First-03-09-2025
આ પણ વાંચોઃ Share Price : દેશના સૌથી મોંઘા શેરે માર્કેટમાં મચાવી ધૂમ,એક જ દિવસમાં 8000 નો ઉછાળો
મંગળવારે બજારની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શેરબજારના બીજા દિવસે મંગળવારે BSE પર સેન્સેક્સ 155.60 પોઈન્ટ (0.19%) ના વધારા સાથે 80,520.09 પોઈન્ટ પર ખુલ્યો હતો અને નિફ્ટી 27.95 પોઈન્ટના વધારા સાથે 24,653.00 પોઈન્ટ પર ખુલ્યો હતો. જો કે દિવસના અંતે બજાર મોટા ઘટાડા સાથે રેડઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 206.61 પોઈન્ટ ઘટીને 80,157.88 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે 50 શેરનો નિફ્ટી 45.45 પોઈન્ટ ઘટીને 24, 579.60 પર બંધ થયો હતો. બીજી તરફ ડોલર સામે રૂપિયો પણ 6 પૈસા ઘટીને 88.16 ના સર્વકાલીન નીચલા સ્તરે બંધ થયો.
GST કાઉન્સિલની બેઠક
ભારત સરકારના GST કાઉન્સિલની 2 દિવસીય બેઠક આજે બુધવારથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે. આમાં કર દરોમાં પ્રસ્તાવિત ઘટાડા પર ચર્ચા કરવામાં આવશે. રોકાણકારોની નજર આ બેઠક પર હોવાથી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Stock Market Opening Gujarat First-03-09-2025--
આ પણ વાંચોઃ GST Slab : રાજ્યમાં GST સ્લેબમાં ફેરફાર મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું મહત્ત્વનું નિવેદન


