Stock Market Opening : શેરબજાર ગ્રીનઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 195 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો
- ભારતીય શેરબજાર કારોબારી સપ્તાહના 3જા દિવસે ગ્રીનઝોનમાં ખુલ્યું હતું
- બજાર શરુ થતાં જ Sensex માં 195નો ઉછાળો જોવા મળ્યો હતો
- Nifty 0.21 ટકાના વધારા સાથે 25,595.75 પર ખુલ્યો હતો
Stock Market Opening : આજે કારોબારી સપ્તાહના 3જા દિવસે શેરબજાર ગ્રીનઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 195 પોઈન્ટના વધારા સાથે 83,909.78 પર તેમજ NSE પર નિફ્ટી 0.21 ટકાના વધારા સાથે 25,595.75 પર ખુલ્યો હતો. શેરબજારની શરુઆતમાં જ સેન્સેક્સમાં 195 પોઈન્ટનો વધારો જોવા મળ્યા બાદ સવારથી જ રોકાણકારોએ ખરીદી શરુ કરી દીધી છે. આજે માર્કેટ એક્સપર્ટ્સના અનુસાર દિવસ દરમિયાન HDB ફાઈનાન્શિયલ સર્વિસિસ, હીરો મોટોકોર્પ, સંભવ સ્ટીલ ટ્યુબ્સ, લ્યુપિન, JSW એનર્જી, એશિયન પેઈન્ટ્સ, RITES, પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીસ, મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેરમાં ફ્લક્ચુએશન જોવા મળી શકે છે.
મંગળવારના બજારની સ્થિતિ
ગત રોજ કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 90 પોઈન્ટના વધારા સાથે 83,697.29 પર તેમજ NSE પર નિફ્ટી 0.10 ટકાના વધારા સાથે 25,540.40 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એપોલો હોસ્પિટલ્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, એશિયન પેઈન્ટ્સના શેર નિફ્ટીમાં ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે એક્સિસ બેંક, નેસ્લે, શ્રીરામ ફાઈનાન્સ, ઈટરનલ, ટ્રેન્ટના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ થયા હતા.
આ પણ વાંચોઃ 2000 Rupee Note: હજુ પણ 6000 કરોડથી વધુની નોટો બજારમાં હાજર
વૈશ્વિક કારોબાર
મંગળવારે કારોબારમાં રિયલ્ટી એફએમસીજી, મીડિયા, પાવરના શેર 0.4-1.3 ટકા ઘટ્યા હતા. જ્યારે પીએસયુ બેન્ક ઈન્ડેક્સ 0.7 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સ 0.4 ટકા વધ્યા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.4 ટકા ઘટ્યા હતા. બુધવારે એશિયન બજારો મોટાભાગે રેડઝોન ટ્રેડ થઈ રહ્યા છે. જાપાનનો નિક્કી 225 1.32 ટકા અને ટોપિક્સ 0.64 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.42 ટકા ઘટ્યો હતો, જ્યારે કોસ્ડેક સ્થિર હતો. હોંગકોંગના હેંગ સેંગ ઈન્ડેક્સ ફ્યુચર્સે ઊંચી શરૂઆતનો સંકેત આપ્યો હતો.
આ પણ વાંચોઃ Stock Market Closing: શેરબજાર નજીવા વધારા સાથે બંધ,સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો


