Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market Opening : કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 111 પોઈન્ટનું ગાબડું

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. શરુઆતી કારોબારમાં જ સેન્સેકસ (Sensex) માં 111 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. વાંચો વિગતવાર.
stock market opening   કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું  સેન્સેક્સમાં 111 પોઈન્ટનું ગાબડું
Advertisement
  • કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું
  • શરુઆતી કારોબારમાં જ સેન્સેકસમાં 111 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો
  • NSE પર નિફ્ટી (Nifty) 34 પોઈન્ટના ઘટાડા સાથે 24,734.65 પર ખુલ્યો હતો

Stock Market Opening : ભારતીય શેરબજાર આજે રેડ ઝોનમાં ખુલ્યું. ઓગસ્ટ માસના પ્રથમ દિવસ અને કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે આજે શુક્રવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક ઘટાડા સાથે ખુલ્યા છે. BSE પર સેન્સેક્સ (Sensex) 111 પોઈન્ટના ઘટાડા સાથે 81,074.41 પર જ્યારે NSE પર નિફ્ટી (Nifty) 34 પોઈન્ટના ઘટાડા સાથે 24,734.65 પર ખુલ્યો હતો. જો કે શરુઆતી કારોબારથી બજારમાં મુખ્ય સૂચકાંક સતત રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.

BSE કંપનીની સ્થિતિ

આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન HUL, એશિયન પેઈન્ટ્સ, ITC, કોટક મહિન્દ્રા અને બજાજ ફિનસર્વના સ્ટોક ટોપ ગેનર્સમાં સામેલ હતા. જ્યારે સન ફાર્મા, M&M, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને પાવર ગ્રીડ કોર્પના સ્ટોક ટોપ લૂઝર્સમાં સામેલ હતા.

Advertisement

ગઈકાલની બજારની સ્થિતિ

કારોબારી સપ્તાહના ચોથા દિવસ ગુરુવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 296.28 પોઈન્ટ અથવા 0.36 ટકા ઘટીને 81,185.58 પર સ્થિર થયો. બીજી તરફ NSE પર નિફ્ટી 86.70 પોઈન્ટ અથવા 0.35 ટકા ઘટીને 24,768.35 પર બંધ થયો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 25 ટકા ટેરિફ લાદવાની અને રશિયન ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનો ખરીદવા બદલ અનિશ્ચિત દંડની જાહેરાત કર્યા પછી ઈક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ LPG થી UPI સુધી... આજથી આ નિયમો બદલાયા છે, તે તમારા ખિસ્સા પર અસર કરશે

Tags :
Advertisement

.

×