Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market Opening : આજે માર્કેટ ગ્રીનઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 265 પોઈન્ટનો ઉછાળો

આજે કારોબારી સપ્તાહના 3 જા દિવસે શેર માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. બજારની શરુઆતમાં જ સેન્સેક્સમાં 265 પાઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
stock market opening   આજે માર્કેટ ગ્રીનઝોનમાં ખુલ્યું  સેન્સેક્સમાં 265 પોઈન્ટનો ઉછાળો
Advertisement
  • BSE પર સેન્સેક્સ 265 પોઈન્ટના વધારા સાથે 82,451 પર ખુલ્યો હતો
  • NSE પર નિફ્ટી 79 પોઈન્ટના વધારા સાથે 25,139 પર શરુ થયો હતો
  • આજે માર્કેટ ગ્રીનઝોનમાં ખુલતા સવારથી જ ખરીદીનો માહોલ જોવા મળ્યો

Stock Market Opening : કારોબારી સપ્તાહના 3 જા દિવસે શેરબજાર ગ્રીનઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ (Sensex) 265 પોઈન્ટના વધારા સાથે 82,451 પર જ્યારે NSE પર નિફ્ટી (Nifty) 79 પોઈન્ટ વધીને 25,139 પર શરુ થયો હતો. સવારે બેંક નિફ્ટી 162 પોઈન્ટ ઉછળ્યો. બેંક નિફ્ટી 56,918 પર ખુલ્યો હતો. જ્યારે કરન્સી માર્કેટમાં રૂપિયો 4 પૈસા નબળો પડીને 86.41 પર ખુલ્યો હતો. રિયલ્ટી ઈન્ડેક્સમાં દોઢ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ઓટો, ફાર્મા, આઇટી, મીડિયામાં વૃદ્ધિ જોવા મળી હતી. આજે 3 જા દિવસે જ માર્કેટ ગ્રીનઝોનમાં ખુલતા રોકાણકારોએ ખરીદી શરુ કરી દીધી છે.

મંગળવારે બજારની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે મંગળવારે S&P 500 પણ રેકોર્ડ બંધ રહ્યો હતો. ડાઉજોન્સ 180 પોઈન્ટના વધારા સાથે દિવસના ઉચ્ચ સ્તરની નજીક બંધ થયો. સતત 6 દિવસ સુધી ઉચ્ચ સ્તરને સ્પર્શ્યા પછી નાસ્ડેક 80 પોઈન્ટ ઘટ્યો હતો. આમ, બુધવારે સ્થાનિક શેરબજારો વૈશ્વિક બજારો કરતાં પ્લસમાં ખુલ્યા હતા. GIFT નિફ્ટી 70 પોઈન્ટ વધીને 25150 ના આંકને પાર કરતો જોવા મળ્યો હતો. ડાઉ ફ્યુચર્સ પણ 75 પોઈન્ટ વધ્યા હતા. યુએસ ટ્રેડ ડીલની જાહેરાત પછી નિક્કી 950 પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે કોમોડિટી બજારમાં ચાંદી 1 લાખ 16 હજાર 196 રૂપિયાના લાઈફટાઈમ હાઈને સ્પર્શી ગઈ હતી. જ્યારે સોનું પણ હજાર રૂપિયા ઉછળીને એક લાખને પાર પહોંચી ગયું હતું. જ્યારે ક્રૂડ ઓઈલ $69ની નીચે હતું.

Advertisement

સેન્સેક્સમાં મિશ્ર ટ્રેડિંગ

ગઈકાલે મંગળવારે ખાનગી બેંકો અને Eternal (Zomato) ના મજબૂત પ્રથમ ક્વાર્ટરના પરિણામોને કારણે સેન્સેક્સમાં મિશ્ર ટ્રેડિંગ થયું હતું. બજાર શરૂઆતમાં ઝડપથી આગળ વધ્યું હતું પરંતુ બાદમાં બજાર સ્થિર થયું હતું. ગઈકાલે Paytm, KEI Industries, Dixon Tech અને Dalmia Bharat એ મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. ગઈકાલે IRFC પણ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતો. ગતરોજની આ અસરને પરિણામે આજે નિફ્ટીમાં ડો. રેડ્ડીઝ, ઈન્ફોસિસ અને ટાટા કન્ઝ્યુમરના પરિણામો આવશે. બજાર F&O માં Oracle, Syngene, Coforge, Persistent અને SRF ના પરિણામો પર ખાસ નજર રાખશે. બીજી તરફ દેશની સૌથી મોટી ડિપોઝિટરી NSDL નો IPO આવતા અઠવાડિયે આવી શકે છે. કંપની 4000 કરોડ રૂપિયાની સેલિંગ ઓફર કરશે.

Advertisement

આ પણ વાંચોઃ Share Market Closing : શેરબજાર લાલ નિશાનમાં બંધ,આ શેરમાં તૂફાની તેજી

Tags :
Advertisement

.

×