Stock Market Opening : આજે માર્કેટ રેડઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 270 પોઈન્ટનો ઘટાડો
- કારોબારી સપ્તાહના 2જા દિવસે શેર માર્કેટ રેડ ઝોનમાં ખુલ્યું
- બજારની શરુઆતમાં જ સેન્સેક્સમાં 270 પાઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો
- NSE પર નિફ્ટી 0.29 ટકાના ઘટાડા સાથે 24,609.65 પર ખુલ્યો હતો
Stock Market Opening : ટ્રેડિંગ સપ્તાહના 2જા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ (Sensex) 270 પોઈન્ટના ઘટાડા સાથે 80,620.25 પર જ્યારે NSE પર નિફ્ટી (Nifty) 0.29 ટકાના ઘટાડા સાથે 24,609.65 પર ખુલ્યો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન ઈન્ડસઇન્ડ બેંક, વારી એનર્જી, NTPC ગ્રીન એનર્જી, KEC ઈન્ટરનેશનલ, ટોરેન્ટ ફાર્મા, PNC ઈન્ફ્રાટેક, RPSG વેન્ચર્સ, મોનાર્ક સર્વેયર્સ, પરાદીપ ફોસ્ફેટ્સ અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સના શેર ફોકસમાં રહેશે.
સોમવારનું માર્કેટ ક્લોઝિંગ
ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર રેડઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 572 પોઈન્ટના ઘટાડા સાથે 80,891.25 પર જ્યારે NSE પર નિફ્ટી 0.63 ટકાના ઘટાડા સાથે 24,680.90 પર ખુલ્યો હતો. ગતરોજ ટ્રેડિંગ દરમિયાન, શ્રીરામ ફાયનાન્સ, સિપ્લા, હીરો મોટોકોર્પ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કન્ઝ્યુમરના શેર નિફ્ટીમાં ટોચના ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંક, વિપ્રો, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ભારતી એરટેલ અને ટાઈટન કંપનીના શેર ટોચના લુઝર્સની યાદીમાં સામેલ હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.2 ટકા ઘટ્યો. ફાર્મા સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા.
આ પણ વાંચોઃ Jharkhand : કાવડીયાઓની બસનો ગમખ્વાર અકસ્માત, 18 લોકોના મૃત્યુથી ચકચાર મચી ગઈ
સ્મોલકેપ શેરોમાં નજીવો ઘટાડો
રીઝનલ સેક્ટરમાં લોધા, પ્રેસ્ટિજ અને ઓબેરોય રિયલ્ટીના શેરમાં ઘટાડાને કારણે રિયલ્ટી શેર લેવાલી જોવા મળી હતી. કોટક મહિન્દ્રા બેંકની આગેવાની હેઠળ ખાનગી બેંકોમાં પણ વેચવાલી જોવા મળી. તેનાથી વિપરીત ફાર્મા શેરોમાં વધારો થયો. જેમાં લૌરસ લેબ્સ અને સિપ્લા અગ્રણી રહ્યા. દરમિયાન મિડકેપ શેરોમાં નજીવો વધારો થયો હતો જ્યારે સ્મોલકેપ શેરોમાં નજીવો ઘટાડો થયો હતો.
આ પણ વાંચોઃ Meghalaya : 4000 ટન કોલસો કોણ લઈ ગયું...? મંત્રીએ આપ્યો ઉડાઉ જવાબ


