ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Stock Market : શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો

Share Market Closing:  શેરબજાર (Share Market)લાલ નિશાનમાં બંધ થયુ છે. જેમાં સેન્સેક્સ -153.72 પોઇન્ટના ઘટાડા સાથે 81,429 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 55.40 પોઇન્ટના ઘટાડા સાથે 24,798 અંક પર બંધ થયો. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દબાણ જોવા મળ્યું. આઇટી,...
04:26 PM Jun 18, 2025 IST | Hiren Dave
Share Market Closing:  શેરબજાર (Share Market)લાલ નિશાનમાં બંધ થયુ છે. જેમાં સેન્સેક્સ -153.72 પોઇન્ટના ઘટાડા સાથે 81,429 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 55.40 પોઇન્ટના ઘટાડા સાથે 24,798 અંક પર બંધ થયો. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દબાણ જોવા મળ્યું. આઇટી,...

Share Market Closing:  શેરબજાર (Share Market)લાલ નિશાનમાં બંધ થયુ છે. જેમાં સેન્સેક્સ -153.72 પોઇન્ટના ઘટાડા સાથે 81,429 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 55.40 પોઇન્ટના ઘટાડા સાથે 24,798 અંક પર બંધ થયો. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં દબાણ જોવા મળ્યું. આઇટી, પીએસઇ અને મેટલ શેર્સમાં દબાણ રહ્યું જ્યારે ફાર્મા, રિયલ્ટી અને એનર્જી ઇન્ડેક્સ ઘટીને બંધ થયો. ઓટો, નિફ્ટી બેંક સાથે સાથે બંધ થયો.

મંગળવારે શું હતી સ્થિતિ ?

ભારતીય શેરબજારમાં સોમવારે તેજી જોવા મળી હતી. પરંતુ મંગળવારે તેજી પર બ્રેક વાગી ગઇ એશિયાઇ બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર મંગળવારે લાલ નિશાનમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યુ. સવારે 9.30 કલાકે સેન્સેક્સની વાત કરીએતો, −236.57 પોઇન્ટના ઘટાડા સાથે 81,559.58 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −63.60 પોઇન્ટના ઘટાડા સાથે 24,882.90 અંક પર ખૂલ્યો હતો. ઇઝરાયલ-ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે લાલ નિશાનમાં જોવા મળ્યા. ત્યારે બપોરે 3.30 કલાકે શેરબજારની જો વાત કરીએ તો, સેન્સેક્સ −267.52 પોઇન્ટના ઘટાડા સાથે 81,528.63 અંક પર બંધ થયુ. જ્યારે નિફ્ટી 108.40 પોઇન્ટના ઘટાડા સાથે 24,838.10 અંકે બંધ થયું.

આ પણ  વાંચો -Ahmedabad Plane Crash : આ દુર્ઘટનાનો અંદાજિત 4000 કરોડનો ઈન્શ્યોરન્સ ક્લેમ બની રહેશે ઐતિહાસિક

વૈશ્વિક સંકેતો શું કહે છે ?

બુધવારે એશિયા-પેસિફિક ક્ષેત્રના બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવે રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર લશ્કરી હુમલાની શક્યતા વ્યક્ત કર્યા પછી અને બિનશરતી શરણાગતિની માંગ કર્યા પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તેમના નિવેદનથી સંકેત મળ્યો છે કે અમેરિકા આ ​​સંઘર્ષમાં વધુ ઊંડાણપૂર્વક સામેલ થઈ શકે છે.

આ પણ  વાંચો -Wholesale Inflation : મે મહીનામાં હોલસેલ મોંઘવારીમાં થયો ઘટાડો

વૈશ્વિક વેપારમાં મંદીની આશંકા વધી

આ દરમિયાન,જાપાનનો નિક્કી ઇન્ડેક્સ પ્રારંભિક ઘટાડા પછી 0.14% વધ્યો,જ્યારે ટોપિક્સ 0.15% વધ્યો. કોસ્પી 0.46% વધ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX200 ઇન્ડેક્સ 0.2% ઘટ્યો.મે મહિનામાં જાપાનની નિકાસ વાર્ષિક ધોરણે 1.7% ઘટી, જે અંદાજિત 3.8% ઘટાડા કરતા ઓછી છે. જોકે, વૈશ્વિક વેપારમાં મંદીની આશંકા વધી છે. બેંક ઓફ જાપાને ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય માંગમાં નબળાઈ અને કંપનીઓના નફામાં ઘટાડાને કારણે આર્થિક વૃદ્ધિ ધીમી પડી શકે છે.તેમ છતાં, મંગળવારે બેંક ઓફ જાપાને તેની જૂન મીટિંગમાં તેનો મુખ્ય ટૂંકા ગાળાનો વ્યાજ દર 0.5% પર સ્થિર રાખ્યો હતો, જે 2008 પછીનો ઉચ્ચતમ સ્તર છે.

Tags :
Adani PortsBSEhindustan unileverIndusind Bankmahindra and mahindraMaruti SuzukiNiftyNifty 50NSESensexshare-marketStock MarketTCStitan
Next Article