Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market : શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો,સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં થયા બંધ

Stock Market Closing : ભારતીય શેરબજારો (Stock Market Closing)માટે શનિવારનો દિવસ ખાસ ટ્રેડિંગ દિવસ હતો પરંતુ બજારમાં ઘણી એક્શન જોવા મળી હતી. શેરબજારની મુવમેન્ટ આજે થોડી મિશ્ર રહી હતી અને બજાર બંધ થતાં જ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ...
stock market   શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં થયા બંધ
Advertisement

Stock Market Closing : ભારતીય શેરબજારો (Stock Market Closing)માટે શનિવારનો દિવસ ખાસ ટ્રેડિંગ દિવસ હતો પરંતુ બજારમાં ઘણી એક્શન જોવા મળી હતી. શેરબજારની મુવમેન્ટ આજે થોડી મિશ્ર રહી હતી અને બજાર બંધ થતાં જ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા. સોમવારે અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી શેરબજાર બંધ રહેશે.

Advertisement

બજાર કેવી રીતે બંધ થયું?

Advertisement

શેરબજારના બંધ સમયે BSE સેન્સેક્સ 259.58 પોઈન્ટ અથવા 0.36 ટકાના ઘટાડા સાથે 71,423 ના સ્તરે બંધ થયો હતો. NSE નો નિફ્ટી 50.60 પોઈન્ટ અથવા 0.23 ટકાના ઘટાડા સાથે 21,571 ના સ્તર પર બંધ થયો.

સેન્સેક્સના શેરની સ્થિતિ કેવી હતી?

આજે સેન્સેક્સના 30માંથી 24 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા અને માત્ર 6 શેરોને જ લીલા નિશાનમાં બંધ થવાની તક મળી હતી. કોટક મહિન્દ્રા બેંક આજે સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં પ્રથમ ક્રમે રહી હતી અને 2.30 ટકાના વધારા સાથે બંધ રહી હતી. બેંકના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતા સારા હોવાના કારણે શેરમાં આ વધારો જોવા મળ્યો છે. ICICI બેંક 1.24 ટકાના વધારા સાથે બીજા ક્રમે રહી હતી અને તેના ત્રિમાસિક પરિણામો પણ આજે આવ્યા છે. પાવર ગ્રીડ 0.76 ટકા, SBI 0.61 ટકા અને HDFC બેન્ક 0.54 ટકા વધ્યા હતા. એક્સિસ બેન્ક 0.15 ટકા વધીને બંધ થયો છે.

નિફ્ટી નિરાશા જનક
નિફ્ટી શેર્સની વાત કરીએ તો, 50માંથી 20 શેરમાં ટ્રેડિંગ વધારા સાથે બંધ થયું છે અને 30 શેર્સમાં ટ્રેડિંગ ઘટાડા સાથે બંધ થયું છે. નિફ્ટીના સૌથી વધુ વધતા શેરોમાં કોલ ઈન્ડિયા 4.11 ટકા વધ્યો છે. અદાણી પોર્ટ્સ 3.34 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક 2.59 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ 2.48 ટકાના વધારા સાથે બંધ થયા છે. ICICI બેન્ક 1.24 ટકાના વધારા સાથે બંધ થયો હતો.

આ  પણ  વાંચો  - Stock Marke: શેરબજાર હવે શનિવાર પણ રહેશે ચાલુ ,જાણો કેમ લેવાયો નિર્ણય

Tags :
Advertisement

.

×