Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Swiggy platform fee : Zomato પછી હવે Swiggy પણ મોંઘું! ફૂડ ઓર્ડર પર પ્લેટફોર્મ ચાર્જ વધ્યો

ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે ખરાબ સમાચાર. Swiggyનો પ્લેટફોર્મ ચાર્જ વધાર્યો, જાણો આ વધારા પાછળનું કારણ.
swiggy platform fee    zomato પછી હવે swiggy પણ મોંઘું  ફૂડ ઓર્ડર પર પ્લેટફોર્મ ચાર્જ વધ્યો
Advertisement
  • zomato બાદ  Swiggyએ પણ પ્લેટફોર્મ ચાર્જ વધારી દીધો ( Swiggy platform fee )
  • Swiggyએ પ્લેટફોર્મ ચાર્જ વધારીને 1 રૂપિયાનો કર્યો વધારો
  • હવે ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં 15 રૂપિયા ચૂકવવો પડશે ચાર્જ
  •  Swiggyએ 14 ઓગસ્ટની આસપાસ જ કર્યો હતો વધારો

Swiggy platform fee : જો તમે નિયમિતપણે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા હો, તો આ સમાચાર તમારા માટે છે. Zomato બાદ હવે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Swiggy એ પણ તેનો પ્લેટફોર્મ ચાર્જ વધારી દીધો છે. હવે આ ચાર્જ રુ.12 થી વધીને રુ.15 થઈ ગયો છે. આ વધારો ખાસ કરીને એવા વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે જ્યાં ફૂડ ડિલિવરીની માંગ વધુ છે. આ પહેલાં 14 ઓગસ્ટની આસપાસ આ ચાર્જ રુ.14 કરવામાં આવ્યો હતો, અને હવે તેમાં વધુ એક રૂપિયાનો વધારો થયો છે.

શું છે આ પ્લેટફોર્મ ચાર્જ? (Swiggy platform fee)

આ ચાર્જ Swiggyના ગ્રાહકો દ્વારા દરેક ફૂડ ઓર્ડર પર ચૂકવવામાં આવતો એક નિશ્ચિત ચાર્જ છે, અને આ રુ.15ના પ્લેટફોર્મ ચાર્જમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પણ શામેલ છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે તહેવારોના કારણે ઓનલાઈન ઓર્ડરની માંગ વધવાની અપેક્ષા છે અને કંપનીઓ તેમના નફામાં સુધારો કરવા પ્રયાસ કરી રહી છે.

Advertisement

2023માં પ્લેટફોર્મ ચાર્જ 2 રૂપિયા હતો

આ પહેલાં, Zomatoએ પણ મંગળવારે તેના ફૂડ ડિલિવરી ઓર્ડર પર પ્લેટફોર્મ ચાર્જ રુ.10 થી વધારીને રુ.12 કર્યો હતો, જોકે આ શુલ્કમાં GST શામેલ નથી. Swiggyએ સૌ પ્રથમ એપ્રિલ 2023માં રુ.2નો પ્લેટફોર્મ ચાર્જ લાગુ કર્યો હતો અને પછી ધીમે ધીમે તેને વધારીને રુ.12 કર્યો હતો.

Advertisement

કંપનીનું નુકસાન અને આવક ( Swiggy platform fee )

આ ચાર્જમાં વધારો ત્યારે થયો છે જ્યારે Swiggy ભારે નુકસાનનો સામનો કરી રહી છે. એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં કંપનીનું ચોખ્ખું નુકસાન ગયા વર્ષની સરખામણીમાં બમણું થઈને રુ.1,197 કરોડ થયું છે. આનું મુખ્ય કારણ તેની ઇન્સ્ટામાર્ટ સેવા (Instamart service) માં થયેલું વધુ રોકાણ ગણાવવામાં આવ્યું છે.

કંપનીની આવક 54 ટકા વધી

જોકે, કંપનીની ઓપરેશનલ આવક 54% વધીને રુ.4,961 કરોડ રહી છે, પરંતુ વિવિધ પ્રવૃત્તિઓ બાદ તેનો કેશ આઉટફ્લો (નગદ ખર્ચ) રુ.1,053 કરોડ રહ્યો હતો, જે દર્શાવે છે કે કંપનીએ આ સમયગાળામાં રોકડ ખર્ચ કર્યો છે. Swiggyએ આ વધારા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ આ પગલું તેના નફાના માર્જિનને સુધારવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો :  GST ઘટાડાથી કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ મોંઘી!

Tags :
Advertisement

.

×