ટાટા કેપિટલનો IPO ખૂલ્યો: 15,511 કરોડના ઈશ્યૂની વિગતો, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP
- ટાટા ગ્રુપની ટાટા કેપિટલનો IPOનો આજથી પ્રારંભ (Tata Capital IPO)
- રૂ.15,511 કરોડ IPO મારફતે ટાટા કેપ્ટિલ ઉઘરાવશે
- 310થી 326 પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો
Tata Capital IPO : ટાટા સમૂહની મુખ્ય ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની ટાટા કેપિટલનો રૂ.15,511 કરોડનો બહુચર્ચિત પ્રારંભિક જાહેર ભરણાં (IPO) આજે, 6 ઓક્ટોબર 2025ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખૂલી ગયો છે. ટાટા જૂથના ઇતિહાસમાં અને કોઈપણ નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) દ્વારા આ સૌથી મોટો IPO છે.
IPOની મુખ્ય વિગતો અને કિંમત (Tata Capital IPO)
ટાટા કેપિટલે આ IPO માટે રૂ.310 થી રૂ.326 પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે.
- કુલ ઈશ્યૂ સાઇઝ: રૂ.15,511 કરોડ.
- નવા શેર: રૂ.6,846 કરોડના નવા શેર જારી કરાશે.
- OFS (ઓફર ફોર સેલ): રૂ.8,665 કરોડના વર્તમાન શેરધારકો દ્વારા OFS દ્વારા વેચવામાં આવશે.
- ઇશ્યૂ ખુલવાની તારીખ: 6 ઓક્ટોબર 2025 (સોમવાર).
- ઇશ્યૂ બંધ થવાની તારીખ: 8 ઓક્ટોબર 2025 (બુધવાર).
વેલ્યુએશન (મૂલ્યાંકન): પ્રાઇસ બેન્ડ અનુસાર કંપનીનું મૂલ્યાંકન રૂ.1.31 લાખ કરોડથી રૂ.1.38 લાખ કરોડ વચ્ચે થાય છે.
💰 Tata Capital Limited IPO
🗓️Date : 6 - 8 Oct ,2025
🏷️Price Band : ₹310 - ₹326
📦Market Lot : 46 Shares
💰Appl Amt : ₹14,996
📏Size : ₹15,511.9 Crores Approx
👦Retail Portion : 35%
📃 Retail Form : 36,11,272
📄HNI Small Form : 36,850
📄HNI Big Form : 73,699
🏷️Face Value :… pic.twitter.com/QS9jbW46Gy— IPO Ji ® (@ipoji_) October 5, 2025
રોકાણની વિગતો અને GMP (Tata Capital IPO)
છૂટક (રીટેલ) રોકાણકારો માટેની લઘુત્તમ અને મહત્તમ રોકાણ મર્યાદા અહીં આપેલી છે:
- લોટ સાઇઝ: રોકાણકારો ન્યૂનતમ 46 શેરોની બોલી લગાવી શકે છે, જેની કિંમત રૂ.14,996 થાય છે.
- રીટેલ મહત્તમ મર્યાદા: છૂટક રોકાણકારો મહત્તમ 13 લોટ માટે બોલી લગાવી શકે છે, જેમાં 598 શેર (કિંમત રૂ.1,94,948) સામેલ છે.
- ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP): ગ્રે માર્કેટમાં ટાટા કેપિટલના શેર હાલમાં અપર પ્રાઇસ બેન્ડથી લગભગ 3% પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે, જે સૂચવે છે કે રોકાણકારોમાં લિસ્ટિંગ ગેઇન માટે સકારાત્મક માહોલ છે.
એલોટમેન્ટ અને લિસ્ટિંગની તારીખ
બોલી લગાવનારાઓ માટે એલોટમેન્ટ અને ટ્રેડિંગની મુખ્ય તારીખો નીચે મુજબ છે:
એલોટમેન્ટ ફાઇનલાઇઝેશન: 9 ઓક્ટોબર 2025 (ગુરુવાર). (બોલી લગાવનાર રજિસ્ટ્રારની વેબસાઇટ પર સ્ટેટસ ચેક કરી શકશે.)
ડીમેટ ખાતામાં શેર જમા: 10 ઓક્ટોબર 2025 (શુક્રવાર).
લિસ્ટિંગ તારીખ: ટાટા કેપિટલના શેર 13 ઓક્ટોબર 2025 (સોમવાર)ના રોજ સવારે 10 વાગ્યે NSE અને BSE બંને પર લિસ્ટેડ થશે અને ત્યારબાદ તેનું ટ્રેડિંગ શરૂ થશે.
આ પણ વાંચો : તહેવારોમાં કિફાયતી ભાવે હવાઇ મુસાફરી કરી શકાશે, DGCA કિંમતો પર રાખશે નજર


