Tata Capital લાવી રહી છે 15000 કરોડનો IPO, 2.3 કરોડ શેર બહાર પાડશે
- Tata Capital 15,000 કરોડ રૂપિયાનો IPO લાવશે
- ગત નાણાકીય વર્ષમાં ટાટા કેપિટલનો ચોખ્ખો નફો રૂ. 3,150 કરોડ
- ટાટા કેપિટલમાં ટાટા સન્સ 93% હિસ્સો ધરાવે છે
New Delhi: ટાટા ગ્રુપની વધુ એક કંપની શેરબજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ કંપનીનું નામ Tata Capital છે. ટાટા કેપિટલ 15,000 કરોડ રૂપિયાનો IPO લઈને આવી રહી છે. આ માટે, કંપનીએ સેબીને જરૂરી દસ્તાવેજો સબમિટ કરી દીધા છે. આમાં નવા શેર પણ જારી કરવામાં આવશે અને ટાટા સન્સ પણ તેનો હિસ્સો વેચશે. ટાટા સન્સ ટાટા કેપિટલમાં 93% હિસ્સો ધરાવે છે.
2.3 કરોડ નવા શેર જાહેર કરશે
ટાટા કેપિટલ એક ફાયનાન્સ કંપની (NBFC)છે. જેને RBI દ્વારા ઉચ્ચ સ્તરની NBFC ગણવામાં આવે છે. આ કંપનીએ IPO લાવવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મેળવી લીધી છે. કંપની લગભગ 2.3 કરોડ નવા શેર જારી કરશે. તેમજ કેટલાક જૂના શેરધારકો પણ તેમના શેર વેચશે. કંપનીએ આ માહિતી સ્ટોક એક્સચેન્જને આપી છે.
સપ્ટેમ્બર સુધીમાં લિસ્ટેડ થવું અનિવાર્ય
રિઝર્વ બેંકના નિયમો અનુસાર ટાટા સન્સ અને Tata Capitalને સપ્ટેમ્બર 2025 સુધીમાં શેરબજારમાં લિસ્ટેડ થવું જરૂરી છે. આનું કારણ એ છે કે RBI તેમને ઉચ્ચ સ્તરની NBFC ઘણે છે. જો આ IPO સફળ રહેશે તો તે દેશના નાણાકીય ક્ષેત્રના સૌથી મોટા IPO પૈકીનો એક હશે. આ ટાટા ગ્રુપની બીજી કંપની હશે જે તાજેતરમાં શેરબજારમાં પ્રવેશ કરશે. અગાઉ, ટાટા ટેક્નોલોજીસ નવેમ્બર 2023 માં લિસ્ટેડ થઈ હતી.
આ પણ વાંચોઃ ક્રૂડ ઓઇલ તો સસ્તુ થયું! શું હવે સસ્તુ થશે પેટ્રોલ?
ટાટા કેપિટલની આવક કેવી રહી?
નાણાકીય વર્ષ 24-25માં ટાટા કેપિટલે 18,178 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી. આ ગયા વર્ષ કરતાં 34% વધુ છે. કંપનીની લોન બુક વધીને રૂ. 1 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. જે 40% નો વધારો દર્શાવે છે. કંપનીનો નફો 3,150 કરોડ રૂપિયા રહ્યો. જે અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે. કંપનીએ આ વર્ષના પ્રથમ છ મહિનામાં પણ સારું પ્રદર્શન કર્યું છે. કંપનીનો નફો 21% વધીને રૂ. 1,825 કરોડ થયો છે.
ફાયનાન્સ સેક્ટરમાં વેરિયસ સર્વિસ
Tata Capitalએ ટાટા ગ્રુપની મુખ્ય ફાયનાન્સ કંપની છે. તે ટાટા સન્સની પેટાકંપની છે. આ કંપની NBFC તરીકે કામ કરે છે. ટાટા કેપિટલ અને તેની પેટાકંપનીઓ નાણાકીય ક્ષેત્રમાં વિવિધ સેવાઓ પૂરી પાડે છે. આ કંપનીઓ ટાટા કાર્ડ્સના કોમર્શિયલ ફાયનાન્સ, કન્ઝ્યુમર લોન, સંપત્તિ વ્યવસ્થાપન અને માર્કેટિંગ જેવા કામ કરે છે. ટાટા કેપિટલ અને તેની પેટાકંપનીઓ નાણાકીય ક્ષેત્રમાં વિવિધ સેવાઓ પૂરી પાડે છે.
આ પણ વાંચોઃ Tariff યુદ્ધે વૈશ્વિક નાણાકીય બજારોને હચમચાવ્યું, આર્થિક મંદીના એંધાણ


