ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tax chori: સાવધાન! IT વિભાગ ચેક કરી શકે છે તમારો ઇમેઇલ અને સોશિયલ મીડિયા

સરકારે વાર્ષિક 12 લાખ કરમુક્ત આપી ધિકારીઓને મળશે આ નવા અધિકારો આવકવેરા કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે Tax chori: સરકારે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દીધી છે. પરંતુ 1 એપ્રિલ, 2025 થી, આવકવેરા વિભાગને તમારા...
05:17 PM Mar 04, 2025 IST | Hiren Dave
સરકારે વાર્ષિક 12 લાખ કરમુક્ત આપી ધિકારીઓને મળશે આ નવા અધિકારો આવકવેરા કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે Tax chori: સરકારે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દીધી છે. પરંતુ 1 એપ્રિલ, 2025 થી, આવકવેરા વિભાગને તમારા...
tax evaders

Tax chori: સરકારે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દીધી છે. પરંતુ 1 એપ્રિલ, 2025 થી, આવકવેરા વિભાગને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વ્યક્તિગત ઇમેઇલ અને બેંક એકાઉન્ટ્સ, ઓનલાઈન રોકાણ એકાઉન્ટ્સ, ટ્રેડિંગ એકાઉન્ટ્સ અને ઘણું બધું જોવા અને ઍક્સેસ કરવાનો કાનૂની અધિકાર હશે.

 

ધિકારીઓને મળશે આ નવા અધિકારો

જોકે પ્રામાણિક કરદાતાઓને આમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.તમને જણાવી દઈએ કે,નવા આવકવેરા કાયદામાં અધિકારીઓને આ અધિકાર મળશે.હાલના આઇટી એક્ટ, 1961ની કલમ 132 હેઠળ અધિકારીઓને તપાસ કરવાની અને મિલકત અને ખાતા જપ્ત કરવાની મંજૂરી આપે છે. જો તેમની પાસે એવી માહિતી અને કારણ હોય કે કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ આવક,મિલકત અથવા દસ્તાવેજો છે જે તેણે આવકવેરાથી બચવા માટે જાણી જોઈને જાહેર કર્યા નથી.

આ પણ  વાંચો -Stock: શેરબજારમાં ઘટાડો ,આ કંપનીને 17000 હજાર કરોડનું નુકસાન

વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસ

હાલના કાયદા હેઠળ તેઓ આ કરવાની એક રીત એ છે કે જો કોઈ દરવાજા,બોક્સ અથવા લોકરની ચાવીઓ ઉપલબ્ધ ન હોય અને તેમને શંકા હોય કે ત્યાં કોઈ અઘોષિત સંપત્તિ અથવા ખાતાના પુસ્તકો રાખવામાં આવ્યા છે,તો તેનું તાળું તોડી શકે છે.નવા આવકવેરા બિલ હેઠળ,આ પાવર તમારા કમ્પ્યુટર સિસ્ટમ અથવા વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસ સુધી પણ વિસ્તૃત કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Share Market Closing: શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સમાં આટલા પોઈન્ટ તૂટયો

આવકવેરા બિલની કલમ 247

આવકવેરા બિલના કલમ 247 મુજબ, જો કોઈ અધિકારી પાસે એવું માનવાનું કારણ હોય કે કોઈપણ વ્યક્તિ પાસે અઘોષિત આવક અથવા મિલકત છે જે આવકવેરા કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે, તો તે કોઈપણ દરવાજા, બોક્સ,લોકર,તિજોરી,કબાટ અથવા અન્ય સાધનનું તાળું તોડી શકે છે.તેઓ એક્સેસ કોડને ઓવરરાઇડ કરીને કોઈપણ કમ્પ્યુટર સિસ્ટમ અથવા વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસમાં પણ પ્રવેશ મેળવી શકે છે.

 

Tags :
Data ProtectionemailsIncome TaxIncome Tax BillINCOME TAX DEPARTMENTIncome Tax NewsIncome tax noticeincome tax officersinvestment and trading accountnew income tax rulesocial media accountstax choritax evasionTaxpayers newsvirtual digital space
Next Article