Share Price : દેશના સૌથી મોંઘા શેરે માર્કેટમાં મચાવી ધૂમ,એક જ દિવસમાં 8000 નો ઉછાળો
- સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા (MRF Share Price)
- દેશના સૌથી મોંઘા શેરે શેરે ગદર મચાવી
- MRF નાં શેરમાં એક જ દિવસમાં 8000નો ઉછાળો
MRF Share Price: શેરબજારમાં આજે મંગળવારે ભલે ભારે વધ-ઘટ જોવા મળી હોય અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હોય, પરંતુ આ દરમિયાન દેશના સૌથી મોંઘા શેરે (MRF Share Price)ગદર મચાવી હતી અને જોરદાર તેજી સાથે બંધ થયો હતો. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ MRFના શેરની, જેણે મંગળવારે 6 ટકાથી વધુની છલાંગ લગાવીને પોતાના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શી લીધું અને શેરની કિંમત વધીને 1,55,000 રૂપિયા પર પહોંચી ગઈ.
દેશના સૌથી મોંઘા શેરે બતાવ્યો પોતાનો દમ
MRFના શેરે બજારમાં ટ્રેડિંગની શરૂઆત 1,45,200 રૂપિયા પર કરી હતી અને ત્યારબાદ તે સતત ઉછળતો રહ્યો. છેલ્લી કલાકમાં જ્યારે માર્કેટ પડ્યું, ત્યારે શેરે પોતાનો દમ બતાવ્યો અને બજાર બંધ થતાં પહેલાં જ ઓલ ટાઈમ હાઈ બનાવીને 1.55 લાખ રૂપિયાના લેવલને સ્પર્શી લીધું. જોકે, અંતે તેની તેજી થોડી ધીમી પડી, પરંતુ તેમ છતાં MRFનો શેર 6.28%ની તેજી સાથે 1,53,943.90 રૂપિયા પર બંધ થયો.
આ પણ વાંચો -Silver : હવે ચાંદીના ઘરેણાંનાં નિયમમાં મોટો ફેરફાર,જાણો ફાયદા
એક ઝાટકે 8000 રૂપિયા વધ્યો ભાવ
મંગળવારે MRFના શેરમાં આવેલી આ જોરદાર તેજીની અસર કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશન પર પણ જોવા મળી. મિડકેપ કેટેગરીની આ કંપનીનું માર્કેટ કેપ ઉછળીને 65,340 કરોડ રૂપિયાએ પહોંચી ગયું. શેરની કિંમતમાં આવેલી તેજીથી રોકાણકારોને થયેલા નફાની વાત કરીએ તો આમાં રોકાણ કરનારાઓને દરેક શેર પર લગભગ 8,000 રૂપિયાનો નફો થયો. છેલ્લા પાંચ દિવસમાં આ શેરમાં 8 ટકાથી વધુની તેજી આવી છે અને દરેક શેરની કિંમત 11,365 રૂપિયા વધી ચૂકી છે.
આ પણ વાંચો -Stock Market Opening : શેરબજારમાં બીજા દિવસે તેજી યથાવત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો
6 મહિનામાં આવી જોરદાર તેજી
વર્ષ 2025ની શરૂઆત MRF શેરના રોકાણકારો માટે સારી રહી ન હતી અને મોટા ઘટાડા સાથે આ વર્ષે 4 માર્ચે એક શેરની કિંમત ઘટીને 1 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ હતી, પરંતુ ત્યારબાદ તેણે એવી રિકવરી કરી કે રોકાણકારોની બલ્લે-બલ્લે કરાવી દીધી. છ મહિનાના સમયગાળા દરમિયાન આ શેર 45.35 ટકા ઉછળી ચૂક્યો છે અને શેરની કિંમતમાં 47,699.75 રૂપિયાનો ઉછાળો આવી ચૂક્યો છે. છેલ્લા એક વર્ષના પરફોર્મન્સને જોઈએ તો રોકાણકારોને 161.65 ટકાનું રિટર્ન મળ્યું છે.


