Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Richest Person: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો ટેસ્લાના માલિક ઈલોન મસ્કનો તાજ છીનવાયો

World Richest Person: ઈલોન મસ્કને પછાડી લેરી એલિસન નંબર વન સોફ્ટવેર કંપની ઓરેકલના સ્થાપકે સર્જ્યો ઈતિહાસ લેરી એલિસનની સંપત્તિ 395 અબજ ડોલરને પાર World Richest Person: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો ટેસ્લાના માલિક ઈલોન મસ્કનો તાજ છીનવાયો છે. ઓરેકલના...
world richest person  વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો ટેસ્લાના માલિક ઈલોન મસ્કનો તાજ છીનવાયો
Advertisement
  • World Richest Person: ઈલોન મસ્કને પછાડી લેરી એલિસન નંબર વન
  • સોફ્ટવેર કંપની ઓરેકલના સ્થાપકે સર્જ્યો ઈતિહાસ
  • લેરી એલિસનની સંપત્તિ 395 અબજ ડોલરને પાર

World Richest Person: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનો ટેસ્લાના માલિક ઈલોન મસ્કનો તાજ છીનવાયો છે. ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસનની સંપત્તિમાં ભારે ઉછાળો આવ્યો છે. લેરી એલિસનની સંપત્તિ 395 અબજ ડોલરે પહોંચી ગઈ છે. તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. જ્યારે ઈલોન મસ્કની સંપત્તિ 385 અબજ ડોલર છે. 2021માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા બાદ મસ્ક લાંબા સમય સુધી આ સ્થાને રહ્યાં હતા. હવે મસ્ક સહિત તમામ ધનવાનોને પછાડીને ઓરેકલના સ્થાપક લેરી એલિસન પ્રથમ ક્રમે પહોંચી ગયા છે.

લેરી એલિસન કોણ છે

લેરી એલિસન (લોરેન્સ જોસેફ એલિસન) એક અમેરિકન ઉદ્યોગપતિ, રોકાણકાર અને વિશ્વની સૌથી મોટી ડેટાબેઝ સોફ્ટવેર કંપનીઓમાંની એક ઓરેકલ કોર્પોરેશનના સહ-સ્થાપક છે. હાલમાં, તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને ઓરેકલના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) તરીકે સેવા આપે છે.

Advertisement

XChat, MobileNumber, Elon Musk, Chatting feature, Technology, GujaratFirst

Advertisement

World Richest Person: આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી?

એલિસન હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, વર્ષ 2025માં એલિસનની સંપત્તિમાં 191 બિલિયનનો વધારો થયો છે. એલિસનનો ઓરેકલમાં હિસ્સો છે. બુધવારે ઓરેકલ કોર્પોરેશનના શેરમાં 35.91 ટકાનો ઉછાળો જોવા મળ્યો. આનાથી એલિસનની નેટવર્થમાં પણ મોટો ઉછાળો નોંધાયો. આ વર્ષે અત્યાર સુધીમાં, તેના શેરમાં 97.75 ટકાનો ઉછાળો આવ્યો છે.

Business, Millionaire, Robert Kiyosaki, Bitcoin, Gold, Silver, Real Estate Sector, GujaratFirst

ઓરેકલનો વિકાસ અને AI માં ભૂમિકા

ઓરેકલે AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. 2025માં, ઓરેકલે "પ્રોજેક્ટ સ્ટારગેટ" શરૂ કર્યું, જેનો હેતુ વૈશ્વિક AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. આ પ્રોજેક્ટથી ઓરેકલના શેરમાં 41%નો વધારો થયો અને લેરી એલિસનની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો: USA Charlie Kirk: ટ્રમ્પના નજીકના સાથી ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા, યુનિવર્સિટી ડિબેટ દરમિયાન ગોળીબાર થયો

Tags :
Advertisement

.

×