Gold Price Today: સોનાની કિંમતમાં આવ્યો મોટો ઉછાળો, 24 કરેટ ગોલ્ડની કિંમત 1 લાખને પાર
Gold-Silver Price Today : આજે પણ સોનાના ભાવમાં ફેરફાર જોઈ શકાય છે. સોનું હંમેશા (Gold-Silver Price Today)ભારતીયોની પહેલી પસંદગી રહ્યું છે, પછી ભલે તે ઘરેણાં હોય કે સુરક્ષિત રોકાણ. લોકો તેને ફક્ત પહેરવા માટે જ ખરીદતા નથી પણ તેને તેમની બચત સુરક્ષિત રાખવાનું વિશ્વસનીય માધ્યમ પણ માને છે. બજારના નિષ્ણાતો માને છે કે જ્યારે આર્થિક પરિસ્થિતિ અનિશ્ચિત હોય છે, ત્યારે સોનાનું આકર્ષણ વધુ વધે છે કારણ કે તેને લાંબા ગાળે સ્થિર વળતર આપતો વિકલ્પ માનવામાં આવે છે.
સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો
આજે ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, 6 ઓગસ્ટ, 2025 ના રોજ સવારે બુલિયન બજારમાં 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 100672 રૂપિયા છે જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ 113576 રૂપિયા પ્રતિ કિલો છે.
આ પણ વાંચો -Share Market :શેરબજારમાં મોટા ઘટાડા સાથે બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટ તૂટયો
24 કેરેટ સોનાના ભાવમાં 7,68 નો વધારો (Gold-Silver Price Today)
આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹10,248 છે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹9,395 છે અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹7,687 છે. આ સાથે, જો આપણે ચાંદીની વાત કરીએ, તો આજે ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹116 અને પ્રતિ કિલોગ્રામ ₹1,16,000 છે.કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય શનિવાર અને રવિવારે ibja દ્વારા દર જાહેર કરવામાં આવતા નથી. તમને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ભાવ વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવ વિશે માહિતી આપે છે. તેમાં ટેક્સ, મેકિંગ ચાર્જ અને GST શામેલ નથી.
આ પણ વાંચો - Gold Price Today: સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
સોનાનો દર કેવી રીતે નક્કી થાય છે ? (Gold-Silver Price Today)
સોના અને ચાંદીના ભાવ દરરોજ વિવિધ પરિબળોના આધારે નક્કી થાય છે. મુખ્ય પરિબળો છે: ડોલર અને રૂપિયા વચ્ચે વિનિમય દર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ, કસ્ટમ ડ્યુટી અને કર અને વૈશ્વિક આર્થિક અસ્થિરતા. આ ઉપરાંત, ભારતમાં સોનાનું સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ખૂબ ઊંચું છે. લગ્ન, તહેવારો અને શુભ પ્રસંગોએ સોનું ખરીદવું પરંપરાગત રીતે શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહે છે. આ કિંમતો કર અને મેકિંગ ચાર્જ વગરની છે. સ્થાનિક ઝવેરીના આધારે વાસ્તવિક બજાર કિંમત થોડી બદલાઈ શકે છે.


