Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market News : આ શેરએ 4 વર્ષમાં 2300 ટકા વધ્યો ભાવ,રોકાણકારોને પડી મોજ

Share Market News :  શેરબજારમાં(Share Market News) ક્યારે કયો શેર રોકાણકારોને માલામાલ બનાવી દે,તેના વિશે કંઈ જ કહી શકાતું નથી.અત્યાર સુધીમાં એવા ઘણા શેર છે.જેણે તેના રોકાણકારોને દમદાર રિટર્ન આપ્યું છે.કેટલાકે ટૂંકા ગાળામાં રોકાણકારોની તિજોરી ભરી દીધી છે.તો કેટલાકે લાંબા...
share market news   આ શેરએ 4 વર્ષમાં 2300 ટકા વધ્યો ભાવ રોકાણકારોને પડી મોજ
Advertisement

Share Market News :  શેરબજારમાં(Share Market News) ક્યારે કયો શેર રોકાણકારોને માલામાલ બનાવી દે,તેના વિશે કંઈ જ કહી શકાતું નથી.અત્યાર સુધીમાં એવા ઘણા શેર છે.જેણે તેના રોકાણકારોને દમદાર રિટર્ન આપ્યું છે.કેટલાકે ટૂંકા ગાળામાં રોકાણકારોની તિજોરી ભરી દીધી છે.તો કેટલાકે લાંબા ગાળે મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.આજે અમે આપને આવા જ એક શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. છેલ્લા 4 વર્ષમાં આ કંપનીના શેરના ભાવમાં લગભગ 2300 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જો કોઈ રોકાણકારે આ શેરમાં 4 વર્ષ પહેલા ફક્ત 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તેમનું રોકાણ વધીને 23 લાખ રૂપિયા થઈ ગયું હોત.

262 રૂપિયા સુધી પહોંચી ગયો (Share Market News)

અમે જે શેરની વાત કરી રહ્યા છીએ, તેનું નામ એપોલો માઈક્રો સિસ્ટમ્સ (Apollo Micro Systems) છે. ચાર વર્ષ પહેલાં 27 ઓગસ્ટ 2021ના રોજ આ કંપનીનો શેર માત્ર 11.52 રૂપિયા પર હતો. 29 ઓગસ્ટ 2025ના રોજ તે 262 રૂપિયા સુધી પહોંચી ગયો છે, એટલે કે જો કોઈએ 2021માં તેમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત, તો આજે તેમનું રોકાણ 23.57 લાખ રૂપિયાથી પણ વધુનું થઈ ગયું હોત.

Advertisement

આ પણ  વાંચો -Bank Holidays : સપ્ટેમ્બરમાં રજાઓની છે ભરમાર, પૂરા 15 દિવસ બેંકો બંધ રહેશે, જુઓ રજાનું સંપૂર્ણ લિસ્ટ

Advertisement

8,048 કરોડ રૂપિયા છે માર્કેટ કેપ

શુક્રવાર (29 ઓગસ્ટ)ના રોજ અપોલો માઇક્રો સિસ્ટમ્સનો શેર BSE પર 8.29 ટકા વધારા સાથે 262.60 રૂપિયા પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન શેર શુક્રવારે 12 ટકા ઉછળીને 271.60 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી કિંમત 271.60 રૂપિયા અને 52 સપ્તાહની નીચી કિંમત 88.10 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 8,048 કરોડ રૂપિયા છે.

આ પણ  વાંચો -Paytm Shutdown : શું 31 ઓગસ્ટથી બંધ થઈ જશે Paytm UPI?,વાંચો અહેવાલ

કેવી છે શેરની સ્થિતિ?

અપોલો માઇક્રો સિસ્ટમ્સના શેરના પ્રદર્શનની વાત કરીએ તો, આ શેરે છેલ્લા એક સપ્તાહમાં 11.65 ટકા રિટર્ન આપ્યું છે. તેમાં એક મહિનામાં 47.74 ટકાની તેજી જોવા મળી છે. છ મહિનામાં આ શેર 39.09 ટકા ઉછળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 127.56 ટકાની મજબૂતી આવી છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 148.91 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા 3 વર્ષમાં આ ડિફેન્સ શેરે 1,626.50 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.

Tags :
Advertisement

.

×