Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉડ્ડયન MRO ક્ષેત્રે પગદંડી વિસ્તારવા અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોએ ઇન્ડેમર ટેકનિકસમાં 100 % હિસ્સો હસ્તગત કરવા સહયોગ કર્યો

હોરાઇઝન એઅદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેકનોલોજી લિ.અને પ્રાઇમ એરો વચ્ચે 50-50 ટકાની ભાગીદારી છે.
ઉડ્ડયન mro ક્ષેત્રે પગદંડી વિસ્તારવા અદાણી ડિફેન્સ અને પ્રાઇમ એરોએ ઇન્ડેમર ટેકનિકસમાં 100   હિસ્સો હસ્તગત કરવા સહયોગ કર્યો
Advertisement

અમદાવાદ, 11 ઓગસ્ટ 2025 : અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. (ADSTL), તેના સાહસ હોરાઇઝન એરો સોલ્યુશન્સ લિ. એપ્રાઇમ એરો સર્વિસિસ એલએલપીની ભાગીદારીમાં ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં મેન્ટેનન્સ, રીપેર અને ઓવરહોલ (MRO) ક્ષેત્રમાં સેવા આપતી તેના ડિરેક્ટર પ્રજય પટેલની માલિકીની અગ્રણી ખાનગી કંપની ઇન્ડેમર ટેક્નિક્સ પ્રા.લિ. (આઇટીપીએલ) માં 100% હિસ્સો હસ્તગત કરવા માટે એક ચોક્કસ કરાર કર્યો છે. હોરાઇઝન એ અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેકનોલોજી લિ. અને પ્રાઇમ એરો વચ્ચે 50-50 ટકાની ભાગીદારી છે.

નાગપુર ખાતેના મિહાન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં વ્યૂહાત્મક રીતે સ્થિત ઇન્ડેમર ટેકનિક્સ લિ. એ 30 એકર વિસ્તારમાં એક અત્યાધુનિક ગ્રીનફિલ્ડ સુવિધા ઉભી કરી છે. જેમાં 10 હેંગર્સમાં 15 વિમાન ખાડીઓ સમાવવાની ક્ષમતા છે. ઇન્ડેમર ટેકનિક્સ લિને ડીજીસીએ, એફએએ (યુએસએ) અને અન્ય વૈશ્વિક નાગરિક ઉડ્ડયન નિયમનકારો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કંપની અગ્રણી ભારતીય અને વૈશ્વિક ગ્રાહકોને લીઝ રીટર્ન ચેક, હેવી સી-ચેક, સ્ટ્રક્ચરલ રિપેર અને એરક્રાફ્ટ પેઇન્ટિંગ સહિત એમઆરઓ સેવાઓની એક વ્યાપક સુવિધા પૂરી પાડે છે.

Advertisement

આ પણ વાંચો - HDFC Bank New Rule : હવે બચતખાતામાં મિનિમમ બેલેન્સ 25 હજાર રાખવા પડશે, નહિંતર દંડ ભરવા રહો તૈયાર

Advertisement

અદાણી એરપોર્ટ્સના ડીરેકટર શ્રી જીત અદાણીએ (Jeet Adani) જણાવ્યું હતું કે “ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે, જે પ્રવાસીઓની હેરફેરની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ બન્યો છે.આગામી વર્ષોમાં 1500 થી વધુ વિમાનને શામેલ કરવા માટે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર સજ્જ છે, અમે ઉડ્ડયનમાં એક નવા યુગના ભાગમાં છીએએકીકૃત ઉડ્ડયન સેવાઓની ઇકોસિસ્ટમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાની દીશામાં આ હસ્તાંતરણ એ એમઆરઓના ક્ષેત્રમાં ભારતને પ્રીમિયર ગ્લોબલ ડેસ્ટીનેશન તરીકે સ્થાપિત કરવાના અમારા ધ્યેયનું આગળનું કદમ છે. જે ભારતના ઉડ્ડયન માળખાને મજબૂત બનાવે છે. અમારું લક્ષ્ય ઉડ્ડયન સેવાઓને સીંગલ-પોઇન્ટ પ્લેટફોર્મ બનાવવાનું છે.

આ પણ વાંચો - Gold Rate Today: 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડ રેટમાં થયો મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ રેટ

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સી.ઇ.ઓ. શ્રી આશિષ રાજવંશીએ (Ashish Rajvanshi) કહ્યું હતું કે “અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના વાણિજ્યિક અને સંરક્ષણ ઉડ્ડયન ક્ષેત્રો બંનેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂર્ણ-સ્પેક્ટ્રમ MRO સેવાઓ પહોંચાડવાની દ્રષ્ટિને પૂર્ણ કરવામાંઆ હિસ્સો એક વિશેષ મહત્વનું સીમાચિહ્ન બની રહેવા સાથેકંપનીના પોર્ટફોલિયોમાં એર વર્ક્સના ઉમેરા બાદ MRO ક્ષેત્રે અમારી ક્ષમતાઓ અને હાજરી તેમજ દેશમાં સૌથી મોટા ખાનગી ક્ષેત્રના MRO ખેલાડી તરીકેની અમારી સ્થિતિને મજબૂત બનાવશે. દેશના કેન્દ્રમાં નાગપુરનું વ્યૂહાત્મક સ્થાનસાથેભારતભરમાં મજબૂતીથી અમારા વ્યવસાયને વધારવા માટે નોંધપાત્ર ક્ષમતાના યોગદાનસાથે અમારા સંચાલનમાં આ હસ્તાંતરણ પુષ્કળ મૂલ્ય ઉમેરે છે.

ઇન્ડેમર ટેકનિકસ અને પ્રાઇમ એરોના ડિરેક્ટરશ્રી પ્રજય પટેલે જણાવ્યું હતું કે, અમે ઇન્ડેમર ટેકનિક્સને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે અદાણી ડિફેન્સ એન્ડ એરો સ્પેસ (Adani Defense and Aerospace) સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. આ સહયોગ મજબૂત માળખાગત સુવિધાઓ અને વૃદ્ધિ મૂડી સાથે ગહન અનુભવી એન્જિનિયરિંગની શ્રેષ્ઠતાને એક સાથે લાવે છે. ભારતની ભૂમિ ઉપર વિશ્વ-સ્તરીય MRO ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાની અમારી સહિયારી દ્રષ્ટિ વૈશ્વિક સ્તરે ગ્રાહકો અને હિસ્સેદારોને અસાધારણ મૂલ્ય પહોંચાડવાની છે."

આ પણ વાંચો - Tariff : ટ્રમ્પનો ટેરિફ થઈ જશે 'ફેલ'! ભારત 50 દેશ સાથે કરશે વેપાર!

Tags :
Advertisement

.

×