Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Today gold rate : GSTના સ્લેબમાં ઘટાડો થયા બાદ જાણો સોનાનો લેટેસ્ટ રેટ? ભાવ વધ્યો કે ઘટ્યો?

GST સુધારા બાદ સોનાના ભાવ ગગડ્યા. આજે 24K અને 22K સોનાના ભાવમાં ઘટાડો થયો. અહીં ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોમાં 10 ગ્રામ સોનાનો આજનો ભાવ જાણો.
today gold rate   gstના સ્લેબમાં ઘટાડો થયા બાદ જાણો સોનાનો લેટેસ્ટ રેટ  ભાવ વધ્યો કે ઘટ્યો
Advertisement
  • GSTના સ્લેબમાં ઘટાડા બાદ સોનાના ભાવમાં ફેરફાર નહીંવત (Today gold rate)
  • સોનાના ભાવમાં ખાસ ઉતાર-ચઢાવ જોવા મળ્યો નહીં
  • 24 કેરેટ સોનાનો ભાવ રુ.10થી વધીને 1,06,980 પહોંચ્યો
  • 22 કેરેટ સોનાનો ભાવ 98,060 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો

Today gold rate : GST કાઉન્સિલની 56મી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે 12% અને 28% ના GST સ્લેબને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. હવે દેશમાં ફક્ત બે જ ટેક્સ સ્લેબ રહેશે - 5% અને 18%. જોકે, આ મોટા ફેરફાર બાદ પણ સોના અને ચાંદીના ભાવ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી.

ગુરૂવાર, 4 સપ્ટેમ્બરના રોજ સવારે સોના અને ચાંદીની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. સોના-ચાંદીના બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ.10 વધીને રુ.1,06,980 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે, 22 કેરેટ સોનાનો ભાવ રુ.98,060 પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યો છે.

Advertisement

આ નિર્ણયથી મોટાભાગની વસ્તુઓના ભાવ ઘટશે અને સામાન્ય નાગરિકોને ફાયદો થશે. જોકે, સોના અને ચાંદી પર GSTમાં કોઈ મોટો ફેરફાર ન થતાં તેના ભાવમાં પણ ખાસ ઉતાર-ચઢાવ જોવા મળ્યો નથી.

Advertisement

Today gold rate

Today gold rate

ભારતના શહેરોમાં સોનાનો ભાવ (Today gold rate)

  • મુંબઈ: 24K: રુ.1,06,860 / 22K: રુ.97,950
  • જયપુર: 24K: રુ.1,07,010 / 22K: રુ.98,100
  • દિલ્હી: 24K: રુ.1,07,010 / 22K: રુ.98,100
  • કોલકાતા: 24K: રુ.1,06,860 / 22K: રુ.97,950
  • લખનઉ: 24K: રુ.1,07,010 / 22K: રુ.98,100
  • અમદાવાદ : 24K: રુ.1,06,910 / 22K: રુ.98,000
TODAY GOLD PRICE

TODAY GOLD PRICE

વૈશ્વિક બજાર અને ભવિષ્યની સંભાવનાઓ

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમત તેના સર્વોચ્ચ સ્તરની નજીક છે. ગ્લોબલ અનિશ્ચિતતાઓ અને અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાએ રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે. નિષ્ણાતોના મતે, આ સકારાત્મક સેન્ટિમેન્ટને કારણે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ફરી વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : GST new slabs : ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારથી સરકારની તિજોરી પર કેટલી થશે અસર? વાંચો સંપૂર્ણ ગણિત

Tags :
Advertisement

.

×