Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Trump Tariff : અમેરિકાના આ અબજોપતિનું ભારત અંગે ચોકવનારું નિવેદન

અબજોપતિ રોકાણકાર માર્ક મોબિયસનું નિવેદન ભારત પર 50 ટકા ટેરિફની ખૂબ ઓછી અસર પડશે દેશ અન્ય અર્થતંત્રો કરતાં ટેરિફ સામે સારી સ્થિતિમાં Mark Mobius on Trump Tariff: અબજોપતિ રોકાણકાર માર્ક મોબિયસે ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ...
trump tariff   અમેરિકાના આ અબજોપતિનું ભારત અંગે ચોકવનારું નિવેદન
Advertisement
  • અબજોપતિ રોકાણકાર માર્ક મોબિયસનું નિવેદન
  • ભારત પર 50 ટકા ટેરિફની ખૂબ ઓછી અસર પડશે
  • દેશ અન્ય અર્થતંત્રો કરતાં ટેરિફ સામે સારી સ્થિતિમાં

Mark Mobius on Trump Tariff: અબજોપતિ રોકાણકાર માર્ક મોબિયસે ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Mark Mobius on Trump Tariff) દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની દેશ પર ખૂબ ઓછી અસર પડશે, કારણ કે ભારતનું સ્થાનિક બજાર ખૂબ મોટું છે. એક એજન્સી સાથે વાત કરતા કહ્યું કે ભારત ચીનની જેમ નિકાસ પર સંપૂર્ણપણે નિર્ભર નથી. આ કારણે, દેશ અન્ય અર્થતંત્રો કરતાં ટેરિફનો સામનો કરવા માટે સારી સ્થિતિમાં છે. તેમણે વધુમાં કહ્યું, 'ભારતનું સ્થાનિક બજાર ખૂબ મોટું છે અને તે ચીનની જેમ નિકાસ પર નિર્ભર નથી. આ ઉપરાંત, ભારતીય સોફ્ટવેર નિકાસ પણ સારી છે અને આ ટેરિફથી બચાવવાાં મદદ કરશે.

ભારત માટે ટેરિફ મોટી સમસ્યા નથી - મોબિયસ (Mark Mobius on Trump Tariff)

મોબિયસેએ વધુમાં કહ્યું, 'આનો સારાંશ એ છે કે ટેરિફ ભારત માટે મોટી સમસ્યા નથી.' દવાઓ અને સ્માર્ટફોન, સેમિકન્ડક્ટર અને ઉર્જા જેવા કેટલાક ઇલેક્ટ્રોનિક માલ સાથે સંબંધિત $30 બિલિયનથી વધુ મૂલ્યના શિપમેન્ટને અત્યાર સુધી અમેરિકા દ્વારા ઉચ્ચ ટેરિફ સૂચિમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે હજુ સુધી આ મુખ્ય ઉદ્યોગોને નવા ટેરિફમાં સામેલ કર્યા નથી, જે આગામી 21 દિવસમાં અમલમાં આવવાના છે.

Advertisement

આ પણ  વાંચો -China Support India: ભારતના સમર્થનમાં આવ્યું ચીન, 'ટેરિફ બોમ્બ' પર આપ્યું મોટું નિવેદન

Advertisement

ભારત વર્ષ 25 માં US માં $86.51 બિલિયનની નિકાસ કરી હતી.

આ ઉપરાંત, ભારતે નાણાકીય વર્ષ 25 માં અનુક્રમે $10.5 બિલિયન અને $14.6 બિલિયનના મૂલ્યની દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ તેમજ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો (Mostly smartphones) ની નિકાસ કરી હતી, જે તેની યુએસમાં કુલ નિકાસના 29 ટકા છે. નાણાકીય વર્ષ 25 માં $4.09 બિલિયનની પેટ્રોલિયમ નિકાસ પણ ટ્રમ્પના નવા ટેરિફથી હાલમાં સુરક્ષિત છે, કારણ કે ઊર્જાને ઉચ્ચ ટેરિફની યાદીમાંથી બાકાત રાખવામાં આવી છે. ભારતે નાણાકીય વર્ષ 25 માં યુએસમાં $86.51 બિલિયનની નિકાસ કરી હતી.

આ પણ  વાંચો -Gold Price Today: સોનાની કિંમતમાં આવ્યો મોટો ઉછાળો, 24 કરેટ ગોલ્ડની કિંમત 1 લાખને પાર

ભારતના આર્થિક વિકાસની પ્રશંસા

મોબિયસના મતે, ભારત જે પ્રકારનો GDP વૃદ્ધિ જોઈ રહ્યું છે તે તેને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે. મોબિયસે કહ્યું, 'વૈશ્વિક અનિશ્ચિતતાઓ હોવા છતાં, દેશ 6-7 ટકાનો વિકાસ દર હાંસલ કરી રહ્યો છે, જે તેની અર્થવ્યવસ્થાની મજબૂતાઈ દર્શાવે છે. આ ભારતને આગળ વધવામાં મદદ કરશે.' છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. 2025૫માં કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) ની દ્રષ્ટિએ, ભારત ફક્ત અમેરિકા, ચીન અને જર્મનીથી પાછળ રહેશે.

Tags :
Advertisement

.

×