Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold High Price: ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટને હચમચાવ્યું,રેકોર્ડ સ્તરે પહોંચ્યા ભાવ!

ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું સોનાએ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો સોનું રૂ.1000 ઉછળી નવી ટોચે ટ્રમ્પના ટેરિફ બોમ્બથી સેફ હેવનની માગ વધી Gold High Price : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ (Gold High Price)બાર પર ટેરિફ...
gold high price  ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટને હચમચાવ્યું રેકોર્ડ સ્તરે  પહોંચ્યા ભાવ
Advertisement
  • ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું
  • સોનાએ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો
  • સોનું રૂ.1000 ઉછળી નવી ટોચે
  • ટ્રમ્પના ટેરિફ બોમ્બથી સેફ હેવનની માગ વધી

Gold High Price : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ (Gold High Price)બાર પર ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કરતાં કિંમતી ધાતુના ભાવમાં આકર્ષક ઉછાળો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ ફ્યુચર્સ રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. જ્યારે સ્થાનિક બજારમાં પણ સોનું 1,04,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટી કુદાવી ગયું છે. ચાંદી પણ રૂ. 1,16,000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી છે.

અમેરિકાનો નવો ટેરિફ -Gold High Price)

અમેરિકી મીડિયા અનુસાર, યુએસ કસ્ટમ્સે 1 કિગ્રા અને 100 ઔંસના ગોલ્ડ (Gold High Price)બારને ટેરિફ કેટેગરીમાં સામેલ કર્યા છે. આ નિર્ણય ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોને પ્રભાવિત કરશે. જે વિશ્વમાં સૌથી ટોચનું ગોલ્ડ રિફાઈનિંગ હબ છે. સ્વિટ્ઝરલેન્ડે છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં 61.5 અબજ ડોલરના સોનાની નિકાસ કરી હતી. ટ્રમ્પના આ પગલાંથી બેન્ક સેટલમેન્ટ અને ગોલ્ડ ટ્રેડમાં મુશ્કેલીઓ આવી શકે છે. જેના લીધે વૈશ્વિક બજારોમાં સોનાના ભાવોમાં તેજી જોવા મળી હતી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો-India-US Trade war : ભારત જો US માં સામાન મોકલવાનું બંધ કરશે તો કોને થશે નુકસાન?

સોનું રૂ. 800 ઉછળી નવી ટોચે

અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂ. 800 ઉછળી રૂ. 1,04,300 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે ચાંદી રૂ. 1,16,000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. તહેવારોની આવતીકાલથી શરૂ થઈ રહેલી સીઝનમાં કિંમતી ધાતુના ભાવ રેકોર્ડ ટોચે નોંધાતા સ્થાનિક બજારમાં ઘરાકીનો અભાવ જોવા મળ્યો છે. વૈશ્વિક પરિબળોના પગલે સોના-ચાંદી હજી નવી રેકોર્ડ સપાટી નોંધાવે તેવી શક્યતા સાથે પ્રોફિટ બુકિંગ વધી શકે છે.


ટ્રમ્પના ટેરિફ બોમ્બથી સેફ હેવનની માગ વધી (Gold High Price)

ટ્રમ્પના વિવિધ દેશો પર ટેરિફ બોમ્બના કારણે મોંઘવારી વધવાની ભીતિ સર્જાઈ છે. ડોલર નબળો પડ્યો છે. ફેડના વ્યાજ દરો ઘટવાની અપેક્ષા વચ્ચે રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. જેના લીધે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે વધી રહ્યા છે. રોકાણકારો માટે આ એક મજબૂત સેફ હેવન સાબિત થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ આજે 29.30 ડોલર ઉછળી 3483.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર 0.311 ડોલર વધી 38.60 ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહી છે.

આ પણ  વાંચો-Gold Rate : ટ્રમ્પના ટેરિફ પ્લાન વચ્ચે સોનાનો ભાવ સાતમા આસમાને

સોનું રૂ. 10,000 ઉછળવાની શક્યતા

વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં વધુ ઉછાળો નોંધાય તેવી શક્યતા છે. કોમોડિટી નિષ્ણાતોના મતે, ટૂંકા ગાળા માટે સોનાનો ભાવ રૂ. 10,000 સુધી વધી શકે છે. ચાંદીમાં પણ ભાવ વધવાની વકી છે.

Tags :
Advertisement

.

×