US Tariff :અમેરિકાને મોટો ઝટકો,દિગ્ગજ કંપની ટાટાએ લીધો મોટો નિર્ણય
- ટેરિફને કારણે અમેરિકાનો મોટો ઝટકો
- ભારતની કંપની ટાટા મોટર્સનો મોટો નિર્ણય
- અમેરિકા JLR માટે એક મોટું બજાર
US Tariff : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને (US Tariff)કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ ફેલાઈ ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ વિદેશથી આવતી કાર પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. તેની સૌથી મોટી અસર ભારતની અગ્રણી કંપની ટાટા મોટર્સની(tata cars) પેટાકંપની જગુઆર લેન્ડ રોવર (JLR) પર જોવા મળી છે, કારણ કે અમેરિકા JLR માટે એક મોટું બજાર છે.
કંપની શોધી રહી છે નવા રસ્તાઓ!
છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં JLR વાહનોની માગ પણ ઝડપથી વધી રહી હતી. હવે JLRએ પણ ટેરિફ પર અમેરિકાને યોગ્ય જવાબ આપવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી મુજબ જગુઆર લેન્ડ રોવરે ટેરિફની અસરનો સામનો કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્સમાં તેની બ્રિટિશ બનાવટની કારના શિપમેન્ટને અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લીધો છે. બ્રિટનના સૌથી મોટા કાર ઉત્પાદકોમાંના એક JLR સોમવારથી આ પગલું ભરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત, કંપની અમેરિકાની 25 ટકા આયાત ડ્યુટીનો ખર્ચ ઘટાડવાના રસ્તાઓ પર કામ કરી રહી છે.
આ પણ વાંચો -Tariff War: ટ્રમ્પના નવા ટેરિફથી જૂતા બનાવતી આ કંપનીને સૌથી મોટો ફટકો!
હવે કંપનીનું આગળનું પગલું શું હશે?
ઉલ્લેખનીય છે કે કંપની હાલમાં એક મહિના માટે શિપમેન્ટ બંધ કરી શકે છે. યુકેમાં JLRના 38,000 કર્મચારીઓ છે. હાલમાં, કંપની ટ્રમ્પના ટ્રેરિફ વોરથી તેના વ્યવસાયને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે JLR પાસે પહેલાથી જ અમેરિકામાં 2 મહિના માટે કારનો સપ્લાય કરવાનો સ્ટોક છે, જેની પર નવા ટેરિફની કોઈ અસર થશે નહીં. કંપનીને બ્રિટનથી અમેરિકા વાહન શિપમેન્ટ મોકલવામાં લગભગ 21 દિવસ લાગે છે. આશા છે કે કંપની આ દરમિયાન કોઈ નવો રસ્તો શોધી શકશે.
આ પણ વાંચો -Tata Capital લાવી રહી છે 15000 કરોડનો IPO, 2.3 કરોડ શેર બહાર પાડશે
અમેરિકામાં જગુઆર લેન્ડ રોવર કારની ભારે માગ
યુએસ સરકારે આયાતી કારો પર 25% ટેરિફ લગાવી દીધો છે, જે ગુરુવારથી અમલમાં આવ્યો છે. અમેરિકામાં જગુઆર લેન્ડ રોવર કારની ભારે માગ છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રાન્ડના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024માં યુએસમાં 4,31,733 વાહનોનું વેચાણ કર્યું હતું, જે 2018માં વેચાયેલા 1,22,626 યુનિટથી 22% વધુ છે.


