Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BRC યુનિટ થકી ઘરે બેઠા સારી આવક મેળવતા ખેડૂત, જાણો શું છે ખાસ

BRC Unit Income : માત્ર ત્રણ મહિનામાં જ અરજી મંજૂર થઇ જતા ગિરિશભાઈને સરકાર તરફથી રૂ. ૬૦ હજારની નાણાકીય સહાય પણ મળી હતી
brc યુનિટ થકી ઘરે બેઠા સારી આવક મેળવતા ખેડૂત  જાણો શું છે ખાસ
Advertisement
  • BRC યુનિટ (બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર) : પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે એક નવતર પહેલ
  • BRC યુનિટના કારણે ઘરે બેઠા બેઠા વધારાની આવક મેળવે છે પાદરાના ગણપતપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત ગિરિશભાઈ જાદવ
  • BRC યુનિટની સ્થાપના બાદ આવકનો સ્ત્રોત વધ્યો, ખેડૂતમાંથી ઉદ્યોગ સાહસિક તરીકેની નામના મેળવી: ગિરિશભાઈ જાદવ
  • વાવેતર સીઝનમાં પ્રાકૃતિક કૃષિ માટેના ઈનપુટ્સના વેચાણ થકી મહિને રૂ. ૪૦ હજારથી વધારાની આવક મેળવે છે આ પ્રગતિશીલ ખેડૂત

BRC Unit Income : વર્ષ-૨૦૧૯ માં રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા (Vadodara Rural - Padra) તાલુકાના એક ખેડૂત આજે અન્ય ખેડૂતો માટે સફળતાની ગાથા સાબિત થયા છે. પાદરાના ગણપતપુરા ગામના ખેડૂત ગિરિશભાઈ જાદવ આજે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતની સાથે સાથે એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે પણ છબી ધરાવે છે અને તેના કેન્દ્રમાં છે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર (Bio Input Resource).

Advertisement

માત્ર ત્રણ મહિનામાં જ અરજી મંજૂર

પ્રગતિશીલ ખેડૂત ગિરિશભાઈ જાદવ છેલ્લા ૬ વર્ષથી પોતાની પાંચ વિઘા જમીનમાં પાંચ આયામો આધારિત પ્રાકૃતિક કૃષિ કરીને પર્યાવરણ, માટી, પાણી, માનવ આરોગ્ય અને જૈવ વૈવિધ્યનું રક્ષણ કરી રહ્યા છે. પરંતુ, પોતાના ગામના અને આસપાસના ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ઘન જીવામૃત અને અન્ય જૈવિક કીટનાશકો સહિતના તમામ ઈનપુટ્સ માટે તકલીફ પડતી હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું, જેથી વર્ષ-૨૦૨૪ માં તેમણે પોતાના ખેતરમાં જ એક નાના BRC યુનિટની (Bio Input Resource) સ્થાપના માટે આત્મા પ્રોજેક્ટને અરજી કરી. માત્ર ત્રણ મહિનામાં જ અરજી મંજૂર થતા ગિરિશભાઈને આ યુનિટ બનાવવા માટે સરકાર તરફથી રૂ. ૬૦ હજારની નાણાકીય સહાય પણ મળી.

Advertisement

દર મહિને વધારાની આવક મેળવે

પોતાના ખેતરમાં બનાવેલા BRC યુનિટ (Bio Input Resource) વિશે વધુ વાત કરતા ગિરિશભાઈ જણાવ્યું છે કે, તેઓ આ યુનિટમાં (Bio Input Resource) જીવામૃત, ઘન જીવામૃત અને અન્ય જૈવિક કીટનાશકો જેવા કે દશપર્ણી અર્ક, અગ્નિઅસ્ત્ર ઉપરાંત બાયો એન્ઝાયમનું ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ કરે છે. ગણપતપુરા ગામ ઉપરાંત આસપાસના ગામના ખેડૂતોને તેઓ પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી તમામ ઇનપુટ્સનું (Bio Input Resource) વેચાણ કરીને તેઓ દર મહિને વધારાની આવક મેળવે છે. પાક વાવેતરની સીઝન હોય ત્યારે તો મહિને રૂ. ૪૦ હજાર જેટલી આવક તેઓ પ્રાકૃતિક ઈનપુટ્સના વેચાણ થકી મેળવે છે. અને સીઝન સિવાયના સમયમાં રૂ. ૧૫ હજાર જેટલી વધારાની આવક BRC યુનિટની (Bio Input Resource) સ્થાપના થકી મેળવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું. ખેડૂતો ઉપરાંત નજીકમાં આવેલી એક ફાર્મા કંપની પણ પોતાના ફાઉન્ડેશન થકી ખેડૂતોને પ્રાકૃતિક ઈનપુટ્સના વિતરણ માટે ગિરિશભાઈ પાસેથી જ ઉત્પાદન ખરીદે છે. જેથી આ પ્રગતિશીલ ખેડૂતની આવકમાં તેજી જ હોય છે.

ફોન અને વ્હોટ્સ મેસેજ થકી કૃષિ પેદાશોની આગોતરી ખરીદી

પ્રાકૃતિક કૃષિ અંગે પોતાના અનુભવો વર્ણવતા ગિરિશભાઈ જણાવે છે કે, શરૂઆતમાં થોડી તકલીફો પડ્યા બાદ હવે હું પ્રાકૃતિક કૃષિના મીઠા ફળ ચાખી રહ્યો છું. વિઘા દીઠ દરેક સીઝનમાં દોઢ લાખ રૂપિયા સુધીનો ચોખ્ખો નફો તો થાય છે, એનાથી વિશેષ મારે પ્રાકૃતિક કૃષિ પેદાશના વેચાણ માટે ક્યાંય જવું નથી પડતું. વડોદરા શહેરમાંથી પણ અનેક ગ્રાહકો ફોન અને વ્હોટ્સ મેસેજ થકી મારી કૃષિ પેદાશોની આગોતરી ખરીદી કરી લે છે, તેમ તેમણે સહર્ષ જણાવ્યું હતું. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની સાથે સાથે નક્ષત્ર અને તિથિને ધ્યાનમાં લીધા બાદ પરિણામો વધુ સારા મળી રહ્યા છે, તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહાયજ્ઞમાં જોડાવા માટે અનુરોધ કર્યો છે.

જૈવિક ઇનપુટ્સ સરળતાથી અને નજીવા ખર્ચે ઉપલબ્ધ

આપને જણાવી દઈએ કે, બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર (Bio Input Resource) એટલે કે BRC યુનિટ યોજના એ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારની એક નવતર પહેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સ્થાનિક સ્તરે જ જીવામૃત, ઘન જીવામૃત, અન્ય જૈવિક ખાતરો તેમજ પ્રાકૃતિક જંતુનાશકો સહિતના પ્રમાણિત જૈવિક ઇનપુટ્સ (Bio Input Resource) સરળતાથી અને નજીવા ખર્ચે ઉપલબ્ધ કરાવવાનો છે. જે ખેડૂતો પાસે દેશી ગાય નથી અથવા તો જાતે જૈવિક ઈનપુટ્સ બનાવી શકતા નથી, તેવા ખેડૂતો માટે આ BRC યુનિટ (Bio Input Resource) આશીર્વાદરૂપ છે.

કુલ ખર્ચના 50 ટકા સહાય મળે

ગુજરાત સરકાર આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ હેઠળ BRC સ્થાપવા (Bio Input Resource) માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. વ્યક્તિગત ખેડૂત, ખેડૂત જૂથો અને સખી મંડળોને પાંચ હજાર લીટરની પીવીસી ટાંકી, પાક્કું ભોંયતળિયું (૨૦૦ ચો. ફૂટ), પ્લાસ્ટિક કેરબા, ડોલ, ટોકર અને અન્ય આનુષંગિક ખર્ચ માટે કુલ ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૬૦ હજારની મર્યાદામાં સહાય મળે છે. BRC યુનિટ (Bio Input Resource) માટે અરજી કરવા ઇચ્છુક ખેડૂત કે સંસ્થા આઈ-ખેડૂત પોર્ટલ પર 'આત્મા/ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ' વિભાગ હેઠળ અરજી કરી શકે છે.

સમૃદ્ધિ મેળવવા માટે એક સશક્ત માધ્યમ

બાયો ઈનપુટ રિસોર્સ (Bio Input Resource) સેન્ટરના કારણે ગિરિશભાઈ જાદવ હવે ખેડૂતની સાથે સાથે સફળ ઉદ્યોગસાહસિક તરીકેની પણ છાપ ધરાવે છે. તેમની આ સફળતા દર્શાવે છે કે, પ્રાકૃતિક ખેતી માત્ર પ્રકૃતિનું રક્ષણ કરવા માટે જ નહીં, પણ આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે પણ એક સશક્ત માધ્યમ છે. ગુજરાત સરકારની BRC યોજના (Bio Input Resource) જેવી પહેલ પ્રાકૃતિક કૃષિને વેગ આપવાની સાથે ખેડૂતોને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

આ પણ વાંચો -----  Vadodara : નવરાત્રી નિહાળવા અનેક દેશોના પ્રતિનિધિઓ આવશે, ગરબાને મળશે 'ગ્લોબલ ટચ'

Tags :
Advertisement

.

×