વિજય માલ્યાનું દર્દ! સરકારે મારી પાસેથી લોન કરતા બમણા પૈસા વસુલ્યા છતા હજી હું ગુનેગાર
- વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી વ્યક્ત કર્યું દર્દ
- નેશનલ બેંકોએ વ્યાજ પર વ્યાજ હતું તેનાથી બમણી વસુલી કરી
- મારી તમામ સંપત્તી વેચી દેવા છતા પણ હું સરકારી ચોપડે ગુનેગાર
નવી દિલ્હી : વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, લોન વસુલી ટ્રિબ્યુનલે માલ્કાની કંપની KFA નીલોન 6203 કરોડ રૂપિયા નિર્ધારિત કરી છે. જેમાં 1200 કરોડ રૂપિયાના વ્યાજનો પણ સમાવેશ થાય છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે ઇડીના માધ્યમથી બેંકોએ 6203 કરોડ રૂપિયાની લોનની સામે 14,131.6 કરોડ રૂપિયા વસુલ્યા છે.
વિજય માલ્યાએ ઠાલવ્યો બળાપો
ભાગેડુ વેપારી વિજય માલ્યાએ સરકાર દ્વારા તેમની સંપત્તિઓમાંથી 14,131.6 કરોડ રૂપિયાની વસુલી અંગે સવાલ ઉઠાવ્યા છે. વિજય માલ્યાનું કહેવું છે કે, તેમના દેવાથી બમણા પૈસા સરકાર પાસેથી વસુલ્યા છે. માલ્યાએ કાયદાના ઔચિત્યની માંગ કરી છે. કિંગફિશર એરલાઇન્સ અંગેની આર્થિક ગોટાળાના આરોપો વચ્ચે 2016 માં ભારતથી ભાગેલા માલ્યાએ એક્સ પર પોસ્ટ કરીને દાવો કર્યો કે તેઓ રાહતના હકદાર છે.
આ પણ વાંચો : Jaipur Accident : વિસ્ફોટ એટલો જોરદાર કે 10 KM સુધી તેનો અવાજ સંભળાયો
6200 કરોડની સામે 14 હજાર કરોડ વસુલાયા
વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, "લોન વસુલી ટ્રિબ્યુલે માલ્યાની કંપની KFA ની લોન 6203 કરોડ રૂપિયા નિશ્ચિત કરી છે. જેમાં 1200 કરોડ રૂપિયાના વ્યાજનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ સંસદમાં જાહેરાત કરી કે ઇડીના માધ્યમથી બેંકોએ 6203 કરોડ રૂપિયાની લોનની તુલનામાં 14,131.6 કરોડ રૂપિયા વસુલ કર્યા છે. જ્યા સુધી ઇડી અને બેંક કાયદેસર રીતે આ સાબિત નથી કરી દેતી કે તેમને બમણા કરતા વધારે લોન કઇ રીતે વસુલ કરી છે, ત્યા સુધીમાં રાહત મેળવવાનો હકદાર છું, જેના માટે હું પ્રયાસ કરીશ."
યુકેથી પ્રત્યાર્પણનો પ્રયાસ કરી રહી છે સરકાર
પ્રીવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ તેમની પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવી અને પબ્લિક સેક્ટરની બેંકોએ બાકી રકમ વસુલવા માટે તેનું લિક્વિડેશન કરી નાખ્યું. ભારત સરકાર તેને ભારતમાં કેસનો સામનો કરવા માટે યુનાઇટેડ કિંગ્ડમથી પ્રત્યાર્પીત કરવાના પોતાના પ્રયાસ ચાલુ રાખ્યા છે.
આ પણ વાંચો : વરૂણ ધવનની બેબી જોનને નથી પુષ્પા 2 સામે ટકરાવાનો ડર? અલ્લૂએ પોતે આપી શુભકામના
માલ્યા અંગે સીતારમણે શું કહ્યું ?
માલ્યાની આ પોસ્ટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લોકસભાની માહિતી આપવામાં આવ્યા બદની છે કે પબ્લિક સેક્ટરની બેંકોએ તેમની સંપત્તીઓના વેચાણ દ્વારા 14,131.6 કરોડ રૂપિયાની વસુલી કરી છે. આ વસુલી પ્રવર્તન નિર્દેશાલય દ્વારા આર્થિક ગુનાઓ અંગેના ખોટા રીતે ઉપયોગ થયેલા પૈસાને પરત મેળવવા માટે ચલાવાઇ રહેલા મોટા અભિયાનનો હિસ્સો છે. સીતારમણે અનેક હાઇપ્રોફાઇલ વસુલી અંગે માહિતી આપી
- વિજય માલ્યાની જાહેર ક્ષેત્રની બેંકોને 14,131.6 કરોડ પરત અપાવ્યા
- નીરવ મોદી 1052.58 કરોડ રૂપિયાની સંપત્તી બહાલ કરવામાં આવી
-મેહુલ ચોક્સી નીલામી માટે 2565.90 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત થઇ
- નેશનલ સ્પોટ એક્સચેંજ લિમિટેડ રોકાણકારોને 17.47 કરોડ રપરત કરવામાં આવ્યું.
સીતારમણે કહ્યું કે, આ મામલે કૂલ 22,280 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, તેઓ તેમની પાછળ પડી ગયા છે. ઇડીએ આ પૈસા એકત્ર કરીને બેંકોને પરત કરી દેવાઇ છે.
આ પણ વાંચો : Coldwave forecast: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી, નલિયા બન્યું ગુજરાતનું કાશ્મીર
ભારતમાંથી ભાગ્યો હતો માલ્યા
આર્થિક ગોટાળાના આરોપ સામે આવ્યા બાદ માલ્યા ભારતથી ભાગી ગયો હતો. ખાસ કરીને તે બંધ થઇ ચુકેલી કિંગફિશર એરલાઇન્સ માટે લોન મામલે તેમના ભાગવાના કારણે તેમને આર્થિક ગુનાના મામલે ભારતના સૌથી હાઇપ્રોફાઇલ ભાગેડુ પૈકીએ માનવામાં આવ્યો. સીતારમણે બ્લેક મની એક્ટ 2015 ના પ્રભાવ અંગે પણ પ્રકાશ પાડ્યો. જેમાં વિદેશી સંપત્તીઓના સ્વૈચ્છિક ખુલાસાને વધાર્યો છે.
આ પણ વાંચો : બુમરાહનો સામનો કરવો બેટ્સમેન માટે એક ખરાબ સપના સમાન : જસ્ટિન લેંગર