Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GST ઘટાડાથી કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ મોંઘી!

GST Rate Cut : જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બુધવારે યોજાઈ. આ બેઠક આ વખતે નવી દિલ્હીમાં આયોજિત થઈ. આ બેઠક દરમિયાન જીએસટી સ્લેબ અને જીએસટી રેટને (GST Rate Cut)લઈને મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણય...
gst ઘટાડાથી કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ મોંઘી
Advertisement

GST Rate Cut : જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બુધવારે યોજાઈ. આ બેઠક આ વખતે નવી દિલ્હીમાં આયોજિત થઈ. આ બેઠક દરમિયાન જીએસટી સ્લેબ અને જીએસટી રેટને (GST Rate Cut)લઈને મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણય અંગે જાણકારી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે આ ખાલી જીએસટીમાં સુધારો નથી, પણ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ અને લોકોના જીવનને સરળ બનાવવાની દિશામાં ઉઠાવેલું પગલું છે. રોજિંદા ઉપયોગમાં લેવાતા સામાન પર જીએસટી દરોમાં કાપ મુકાયો છે.

હેર ઑઇલ, સાબુ, સાયકલ 5 ટકા જીએસટી (GST Rate Cut)

સીતારમણે જણાવ્યું કે આ સામાન સસ્તા થશે. યૂએચટી દૂધ, છીણેલું પનીર, પિઝ્ઝા બ્રેડ, રોટલી, પરાઠાને હવે શૂન્ય જીએસટી સ્લેબમાં રાખવામાં આવી છે. તેના પર કોઈ જીએસટી લાગશે નહીં. સામાન્ય લોકો અને મિડલ ક્લાસના ઉપયોગવાળી પ્રોડક્ટ્સ-હેર ઑઇલ, સાબુ, સાયકલ પર જીએસટી ઘટીને 5 ટકા થઈ જશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -New GST : GST પર સરકારનો મોટો નિર્ણય, હવે ખાલી બે સ્લેબ જ જોવા મળશે, 22 સપ્ટેમ્બરથી લાગૂ થશે

ખેડૂતો અને મજૂરોને રાહત (GST Rate Cut)

બેઠકમાં કૃષિ અને શ્રમ પ્રધાન ક્ષેત્રોને મોટી રાહત મળી છે. ટ્રેક્ટર અને ખેતીના સાધનો પર જીએસટી ઘટાડીને 12 ટકાથી 5 ટકા કરી દીધો છે. 12 બાયોપેસ્ટીસાઈડ્સ અને પ્રાકૃતિક મેન્થોલ પર પણ ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્ટ, આરસ, ગ્રેનાઈટ બ્લોક અને ઈન્ટરમીડિએટ લેધર ગુડ્સ જેવા શ્રમ પ્રધાન ઉદ્યોગોને પણ 5 ટકાના દરમાં રાખવામાં આવ્યા છે.

આ પણ  વાંચો -

33 જીવન રક્ષક મેડિસિન GSTમાંથી બહાર રહેશે

નાણામંત્રીએ કહ્યું કે કાર, બાઈક, સિમેન્ટ પર હવે 28 ટકાની જગ્યાએ 18 ટકા ટેક્સ લાગુ થશે. ટીવી પર 28 ટકાથી ઘટીને 18 ટકા જીએસટી થયો, તો વળી 33 જીવન રક્ષક દવાઓને જીએસટીના દાયરામાંથી બહાર કરી દીધી છે. તેમાં 3 કેન્સરની દવાઓ પણ સામેલ છે.

બાંધકામ ક્ષેત્રને મોટી રાહત

બાંધકામ ક્ષેત્ર માટે એક મોટો નિર્ણય લેવાયો છે. સિમેન્ટ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે. સરકારનું માનવું છે કે તેનાથી બાંધકામનો ખર્ચો ઘટશે અને રિયલ એસ્ટેટ સેક્ટરને ગ્રોથ મળશે.

લક્ઝરી ગાડીઓ અને યોટ્સ પર 40 ટકા ટેક્સ

નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, લક્ઝરી કેટેગરીના સામાનો પર ટેક્સમાં કોઈ ઢીલ નહીં હોય. હવે મિડ-સાઈઝ અને મોટી કારો, 350 સીસીથી વધારે એન્જીનવાળી મોટરબાઈક, ખાનગી ઉપયોગમાં લેવાતા વિમાન, હેલીકોપ્ટર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતી યોટ્સ અને જહાજો પર 40 ટકા જીએસટી લાગુ થશે.

સિન ગુડ્સ અને સોફ્ટ ડ્રિંક્સ પણ મોંઘા થશે

કાઉન્સિલે પહેલી વાર સિન અને સુપર લક્ઝરી ગુડ્સ માટે એક સ્પેશિયલ ટેક્સ રેટ નક્કી કર્યો છે. પાન મસાલા, સિગરેટ, ગુટખા, બીડી અને અન્ય તંબાકુ પ્રોડક્ટ પર હવે 40 ટકા ટેક્સ લાગશે. આ મોડી તમામ પ્રકારના શીતલ પેય અને ગેર માદક પેય પદાર્થો પર લાગુ થશે. તેમાં શુગર અથવા સ્વીટનરવાળા ડ્રિંક્સ, ફ્લેવર્ડ અને કેફીનયુક્ત પેય, કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિંક અને ફ્રુટ જ્યૂસ સાથે કાર્બોનેટેડ બેવરેઝ સામેલ છે.

ટેક્સ સ્ટ્રક્ચર સિમ્પલ થયો

નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે મોટા ભાગની વસ્તુઓ 18 અને 5 ટકાના દરની વચ્ચે રહેશે. 40 ટકા ટેક્સ ખાલી સિન ગુડ્સ અને સુપર લક્ઝરી પ્રોડક્ટ્સ પર જ લાગુ થશે. તેમનું કહેવું છે કે, આ સુધારાથી સામાન્ય લોકોને, ખેડૂતોને-મજૂરોને રાહત મળશે. જ્યારે બિનજરૂરી અને હાનિકારક વસ્તુઓ પર સરકારે ઊંચો ટેક્સ લગાવી રાખ્યો છે.
Tags :
Advertisement

.

×