Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો? આજે MPC પર સૌની નજર

RBI  રેપો રેટમાં કરશે ઘટાડો MPC ની બેઠકમાં લેવાશે  નિર્ણય 0.25 ટકાનો ઘટાડો થવાની અપેક્ષા   RBI Repo Rate:ભરીયા રિઝવ બેન્ક (RBI) મોનેટરી કમિટી પોલિસીની ત્રણ દિવસીય બેઠકનો નિર્ણય શુક્રવારે આવશે. આ વખતે રેપો રેટ(RBI Repo Rate)માં 0.25 ટકાનો...
શું rbi રેપો રેટમાં કરશે ઘટાડો  આજે mpc પર સૌની નજર
Advertisement
  • RBI  રેપો રેટમાં કરશે ઘટાડો
  • MPC ની બેઠકમાં લેવાશે  નિર્ણય
  • 0.25 ટકાનો ઘટાડો થવાની અપેક્ષા

RBI Repo Rate:ભરીયા રિઝવ બેન્ક (RBI) મોનેટરી કમિટી પોલિસીની ત્રણ દિવસીય બેઠકનો નિર્ણય શુક્રવારે આવશે. આ વખતે રેપો રેટ(RBI Repo Rate)માં 0.25 ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે. હાલમાં, તે 6.5 ટકા પર યથાવત છે.

Advertisement

Advertisement

2023 માં  6.50 ટકા સ્થિર રાખવામાં આવ્યો

ફેબ્રુઆરી 2023 થી રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. 2020 ની શરૂઆતમાં, કોવિડ રોગચાળા દરમિયાન રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો, પરંતુ તે પછી તેને ધીમે ધીમે 6.50 ટકા સુધી વધારવામાં આવ્યો હતો. વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત બાદ સામાન્ય માણસને હોમ લોન, કાર લોન, પર્સનલ લોનના EMIમાં રાહત મળી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ હોમ લોન લીધી હોય, તો અમને જણાવો કે RBI વ્યાજ દર ઘટાડ્યા પછી EMI કેટલો ઘટશે?

25 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી EMI કેટલો થશે?

જો કોઈએ 20 લાખ રૂપિયાની હોમ લોન (Home Loan)લીધી હોય અને લોન પર વ્યાજ 8.5 ટકા હોય. જો મુદત 20 વર્ષ માટે હોય, તો EMI 17,356 રૂપિયા હશે, પરંતુ RBI દ્વારા વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી, લોનનો વ્યાજ દર 8.25 ટકા થઈ જશે. આ આધારે, તેમણે 20 લાખ રૂપિયાની લોન પર માસિક EMI તરીકે માત્ર 17,041 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે દર મહિને ૩૧૫ રૂપિયાની બચત થશે.

આ પણ  વાંચો -Share Market સામાન્ય વધારા સાથે ખુલ્યો,સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઉછાળો

માસિક EMI 25,562 રૂપિયા થઈ જશે

બીજી તરફ જો કોઈએ 20 વર્ષ માટે 8.50 ટકાના વ્યાજ દરે 30 લાખ રૂપિયાની લોન લીધી હોય. તો તેણે દર મહિને 26,035 રૂપિયાનો EMI ચૂકવવો પડશે. પરંતુ જ્યારે RBI દ્વારા વ્યાજમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવશે. ત્યારે આ માસિક EMI 25,562 રૂપિયા થઈ જશે. આ મુજબ, તે દર મહિને 473 રૂપિયા બચાવશે.

આ પણ  વાંચો -Business:માર્કેટમાં આવી રહ્યો છે રૂ.80,000 કરોડનો IPO

હોમ લોન  મળશે રાહત

જો કોઈએ 20 વર્ષ માટે 8.50 ટકા વ્યાજે 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય, તો તેણે દર મહિને 43,391 રૂપિયાનો EMI ચૂકવવો પડશે, પરંતુ જો RBI વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે છે, તો આ માસિક EMI 42,603 ​​રૂપિયા થઈ જશે. એટલે કે દર મહિને ૭૮૮ રૂપિયાની બચત થશે.

જો દર 50 બેસિસ પોઈન્ટ ઘટે તો EMI કેટલો થશે?

  • જો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વ્યાજ દરમાં ૫૦ બેસિસ પોઈન્ટ અથવા 0.5 ટકાનો ઘટાડો કરે છે, તો હોમ લોનનો વ્યાજ દર 8.5 ટકાથી ઘટીને 8 ટકા થઈ જશે.
  • આવા કિસ્સામાં 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની લોન લેનારાઓનો EMI 16,729 રૂપિયા થશે, જે હાલમાં 17,356 રૂપિયા છે.
  • વ્યાજમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી, 20 વર્ષના સમયગાળા માટે 30 લાખ રૂપિયાના લોન લેનાર માટે માસિક EMI 25093 રૂપિયા થશે
  • વ્યાજ દરમાં ૫૦ બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, 20 વર્ષના સમયગાળા માટે ૫૦ લાખ રૂપિયાની લોન માટે માસિક EMI ૪૧,૮૨૨ રૂપિયા થશે. હાલમાં EMI રૂ. 43,391 હશે. એટલે કે લગભગ ૧૫૦૦ રૂપિયાની બચત થશે.

આ પણ  વાંચો -Share Market ખૂલતા જ કડાકો, પણ આ શેરમાં તેજી

શું 5 વર્ષ પછી રેપો રેટ ઘટાડી શકાય?

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ છેલ્લે કોવિડના સમય (મે 2020) દરમિયાન દરમાં ઘટાડો કર્યો હતો, એટલે કે લગભગ 5 વર્ષથી રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. ત્યારબાદ તેને ધીમે ધીમે વધારીને 6.5 ટકા કરવામાં આવ્યું. ફેબ્રુઆરી 2023 માં, રેપો રેટ વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો, ત્યારથી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી.

Tags :
Advertisement

.

×