ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

WPI Inflation: જથ્થાબંધ મોંઘવારી દર 13 મહિનામાં સર્વોચ્ચ સ્તરે

WPI Inflation: એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 13 મહિનાની ટોચે પહોંચી ગયો હતો. WPI ઇન્ફ્લેશન એટલે કે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો વધીને 1.26 ટકા નોંધાયો હતો. આ અગાઉ માર્ચ 2023માં જથ્થાબંધ ફુગાવો 1.34 ટકા રહ્યો હતો. ખાદ્ય ચીજો તેમજ...
09:26 AM May 15, 2024 IST | Hiren Dave
WPI Inflation: એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 13 મહિનાની ટોચે પહોંચી ગયો હતો. WPI ઇન્ફ્લેશન એટલે કે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો વધીને 1.26 ટકા નોંધાયો હતો. આ અગાઉ માર્ચ 2023માં જથ્થાબંધ ફુગાવો 1.34 ટકા રહ્યો હતો. ખાદ્ય ચીજો તેમજ...

WPI Inflation: એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 13 મહિનાની ટોચે પહોંચી ગયો હતો. WPI ઇન્ફ્લેશન એટલે કે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો વધીને 1.26 ટકા નોંધાયો હતો. આ અગાઉ માર્ચ 2023માં જથ્થાબંધ ફુગાવો 1.34 ટકા રહ્યો હતો. ખાદ્ય ચીજો તેમજ ફ્યૂઅલનાં ભાવમાં વધારો થવાને કારણે મોંઘવારી વધી હતી.સાબુ અને તેલ જેવી રોજબરોજનાં વપરાશની ચીજોનાં ભાવ વધારાની અસર પણ ફુગાવા પર જોવા મળી હતી. એક મહિના પહેલાં માર્ચ 2024માં WPI 0.53 ટકા રહ્યો હતો જ્યારે ફેબ્રુઆરીમાં 0.20 ટકા અને જાન્યુઆરીમાં 0.27 ટકા નોંધાયો હતો. ગયા વર્ષે એપ્રિલમાં WPI માઇનસ 0.79 ટકા નોંધાયો હતો.

 

 

ખાદ્ય ચીજો મોંઘી

ખાદ્ય ચીજોનો મોંઘવારીનો દર માર્ચ મહિનામાં 4.65 ટકા હતો જે એપ્રિલમાં વધીને 5.52 ટકા થયો હતો. રોજબરોજની વપરાશી ચીજોની મોંઘવારી 4.51 ટકાથી વધીને 5.01 ટકા થઈ હતી. ફ્યૂઅલ અને પાવરનો WPI માઇનસ 0.77 ટકાથી વધીને 1.38 ટકા થયો હતો. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટનો જથ્થાબંધ દર માઇનસ 0.42 ટકા થયો હતો. ફળો તેમજ દૂધનાં ભાવમાં સહેજ ઘટાડો નોંધાયો હતો. ઉત્પાદિત ચીજોનાં ભાવ સતત 14મા મહિને નીચા રહ્યા હતા. કાપડમાં માઈનસ 1.24 ટકા અને પેપરમાં માઇનસ 6.93 ટકા તથા કેમિકલ્સમાં માઇનસ 3.61 ટકા અને મેટલ્સમાં માઇનસ 3.65 ટકાનાં દર નોંધાયા હતા.

 

ઉત્પાદિત ઉત્પાદનોના ફુગાવામાં ઘટાડો

જો કે એપ્રિલ મહિનામાં રિટેલ ફુગાવો 11 મહિનામાં નીચામાં નીચા દરે રહ્યો હતો એપ્રિલમાં તે 4.81 ટકાથી ઘટીને 4.83 ટકા થયો હતો. એક મહિના પહેલા રિટેલ ફુગાવો માર્ચ 2024માં 4.85 ટકા હતો. ખાસ કરીને ખાદ્ય ચીજોની મોંઘવારી 8.52 ટકાથી વધીને 8.78 ટકા થઈ હતી. ગામડામાં મોંઘવારીનો દર 5.45 ટકાથી ઘટીને 5.43 ટકા નોંધાયો હતો જ્યારે શહેરી મોંઘવારી 4.14 ટકાથી ઘટીન 4.11 ટકા થઈ હતી.

 

આ પણ  વાંચો - IPO : આજે બે નવા IPO ઓનું લિસ્ટિંગ, જાણો ગ્રે માર્કેટમાં તેની સ્થિતિ

આ પણ  વાંચો - IPO : એક સપ્તાહમાં આ શેરે રોકાણકારોને 45 ટકાથી વધુનો કરાવ્યો ફાયદો

આ પણ  વાંચો - Stockmarket Closing: સપ્તાહના બીજા દિવસે મળી મોટી રાહત, Sensex 328 પર પહોંચ્યો

Tags :
13-month highrecordedWHOLESALE INFLATION IN APRILWPI Inflation
Next Article