Porbandar: ગોડાઉનમાં ફાયર સેફ્ટીના બાટલામાં થયો બ્લાસ્ટ, એકનું મોત
- Porbandar: હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ઘટના બની
- ફાયર વિભાગ અને પોરબંદર પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વે તપાસ હાથ ધરી
- મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી
Porbandar: પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ફાયર સેફ્ટીનો બાટલો બ્લાસ્ટ થવાની વિચિત્ર ઘટના સામે આવી છે. આગ બુજાવવા માટે ઉપયોગમાં લેવાતો ફાયર સેફ્ટીનો બાટલો ફાટતા મહેન્દ્રભાઈ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે. રહેણાંક મકાનને કોમર્શિયલ હેતુથી ઉપયોગ થતા મનપાએ વધુ તપાસ હાથ ધરી છે સાથે ફાયર વિભાગ અને પોરબંદર પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વે તપાસ હાથ ધરી છે.
ગોડાઉનમા ફાયર સેફટીનો બાટલા બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે ચર્ચાનો વિષય
પોરબંદર શહેરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઈઝના ગોડાઉનમા ફાયર સેફટીનો બાટલા બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે ચર્ચાનો વિષય બન્યો છે. ઘટના અંગે જોઇએ તો હરસિધ્ધિે એન્ટરપ્રાઈઝના ગોડાઉનમા મૃતક મહેન્દ્રભાઈ હરિલાલ મકવાણા નામના 55 વર્ષીય વ્યક્તિ ફાયર સેફટીના બાટલાની સાફ-સફાઈ કરતા હતા. આ દરમિયાન કોઈ પણ કારણોસર ફાયર સેફ્ટીનો બાટલો ફાટતા મહેન્દ્રભાઈનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ તપાસ અર્થે પહોચ્યો હતો. મકાન મલિક અને હરસિધ્ધિ એન્ટરપ્રાઈઝના મહિલા અશ્વિનભાઈની પૂછપરછ કરી સમગ્ર ઘટના કેવી રીતે બની તેનો તાગ મેળવ્યો હતો.
Porbandar: રહેણાંક મકાનને કમોશિયલ હેતુ ઉપયોગ થતા મનપા તપાસ હાથ ધરી
હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝના માલિક અશ્વિનભાઈના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રભાઈ તેમને ત્યાં ક્યારેક ક્યારેક સફાઈ માટે બોલવતા હતા. આ ઘટના કેવી રીતે બની તે અંગે ચોક્કસ માહિતી છે નહિ તો બીજી તરફ મૃતકના પરિવાર જનોને પત્રકારોએ પૂછતાં તેમને જણાવ્યું હતું કે, મહેન્દ્રભાઈ છેલ્લા 30 વર્ષથી જી.આઈ.ડી.સી.માં આવેલા તબાકુના કારખાનામાં કામ કરે છે. તેમનું કામ પૂર્ણ થઇ ગયા બાદ તેઓ હરસિધ્ધિ એન્ટરપ્રાઈઝમાં છૂટક કામ માટે જતા હતા. મહેન્દ્રભાઈના સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ઘરના મુખ્ય કમાનાર આર્થિક સ્તંભ મહેન્દ્રભાઈના અવસાનના પગલે પરિવારજનો પર આભ તૂટી પડ્યો છે પરંતુ આ સમગ્ર ઘટનામાં મુખ્ય એક જ સવાલ છે કે, ફાયર સેફ્ટીનો બાટલો કેવી રીતે બ્લાસ્ટ થયો આગ બુજાવવા માટે જેનો ઉપયોગ થાય છે. તે જ બાટલો ફાટતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રહેણાંક મકાનને કમોશિયલ હેતુ ઉપયોગ થતા મનપા તપાસ હાથ ધરી છે.
હાલ પોરબંદર ફાયર વિભાગ આ મામલે તપાસ કરી રહી છે
બીજી તરફ પોરબંદર ફાયર વિભાગમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજવતા અભય મહેતાના જણાવ્યુ મુજબ ફાયર બોટલ બ્લાસ્ટ થવાનું કારણ બોટલ પર ઓવર પ્રેસર અથવા બોટલની નબળી બોડી હોવાથી હાથમાંથી પડવાથી થયો હોવો જોઇએ. મહત્વનુંએ બોટલ કંપનીમાંથી મેન્યુફેકચર થયા બાદ સમયાંતર હાઇડ્રો ટેસ્ટ થવો જરૂરી છે. જેથી બોટલને રિ-ઉપયોગ લઇ શકાય છે. હાલ પોરબંદર ફાયર વિભાગ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Valsad: નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું, શ્રમિકો દટાયા હોવાની આશંકા


