Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાવધાન! દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, આજે લગભગ 19 હજાર કેસ નોંધાયા

વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ફરી એકવાર દેશ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. વળી આ કારણોસર દેશના ઘણા રાજ્યોમાં સરકાર જનતાને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ કરી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,930 નવા કેસ નોંધાયા છે, જ્યારે 35 લોકોના મોત થયા છે. આ પહેલા બુધવારે દેશમાં કોરોના વાયરસના 16,159 નવા કેસ નોંધાયા હતા જ્યારે 28 લોકોન
સાવધાન  દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ  આજે લગભગ 19 હજાર કેસ નોંધાયા
Advertisement
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ફરી એકવાર દેશ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. વળી આ કારણોસર દેશના ઘણા રાજ્યોમાં સરકાર જનતાને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ કરી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,930 નવા કેસ નોંધાયા છે, જ્યારે 35 લોકોના મોત થયા છે. આ પહેલા બુધવારે દેશમાં કોરોના વાયરસના 16,159 નવા કેસ નોંધાયા હતા જ્યારે 28 લોકોના મોત થયા હતા.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,930 નવા કેસ નોંધાયા છે, જ્યારે 35 લોકોના મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 14,650 લોકો કોરોનાથી ઠીક થયા છે. આ સાથે, હાલમાં દેશમાં કોરોના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,19,457 થઈ ગઈ છે. આ સાથે, દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 4.32 ટકા થઈ ગયો છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં 17 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 14,650 લોકોએ કોરોના વાયરસને માત આપી છે, અત્યાર સુધીમાં 42,921,977 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5,25,305 લોકોના મોત થયા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.26 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.53 ટકા છે. 24 કલાકના સમયગાળા દરમિયાન સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 4,245 નો વધારો થયો છે. મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં કુલ 86.53 કરોડ કોવિડ-19 તપાસ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 4,38,005 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દૈનિક ચેપ દર 4.32 ટકા હતો જ્યારે સાપ્તાહિક ચેપ દર 3.86 ટકા નોંધાયો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×