Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આરોગ્ય મંત્રાલયે કોરોનાના વધતા કેસ વચ્ચે દિલ્હી સહિત આ ચાર રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું

દેશમાં એકવાર ફરી કોરોનાવાયરસના કેસનો ગ્રાફ વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી દૈનિક કેસોની સંખ્યામાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરતા 4 રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. જેમા રાજધાની દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં કોવિડ-19ની સ્થિતિ પર આરોગ્ય મંત્રાલય દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.દેશના કેટલાક રાજ્યોમાં કà
આરોગ્ય મંત્રાલયે કોરોનાના વધતા કેસ વચ્ચે દિલ્હી સહિત આ ચાર રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું
Advertisement
દેશમાં એકવાર ફરી કોરોનાવાયરસના કેસનો ગ્રાફ વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી દૈનિક કેસોની સંખ્યામાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરતા 4 રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. જેમા રાજધાની દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં કોવિડ-19ની સ્થિતિ પર આરોગ્ય મંત્રાલય દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, "કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને કર્ણાટકમાં કોવિડ-19ની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તેને પાંચ પાયાની વ્યૂહરચના, એટલે કે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-ટીકાકરણ અને કોવિડ યોગ્ય વ્યવહારનું પાલન કરવા માટે કહ્યું છે." ANI અનુસાર, મંત્રાલયે રાજ્યોને નવા કોવિડ-19 કેસોના ક્લસ્ટર પર નજર રાખવા અને કોવિડ-19ની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા પણ નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તાજેતરમાં કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુના અધિકારીઓને પત્ર લખીને તેમને વધતા ક્લસ્ટરો પર સક્રિયપણે દેખરેખ રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણો જાળવવા અને આનુવંશિક ક્રમ માટે બીમાર લોકોના નમૂના મોકલવાનો આગ્રહ કર્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "અમુક રાજ્યો એવા છે કે જેઓ ભારતના કેસોમાં ઉચ્ચ યોગદાનની જાણ કરી રહ્યા છે જે સંક્રમણના સ્થાનિક ફેલાવાની સંભાવના દર્શાવે છે. તેથી, રોગચાળા સામેની લડતમાં અત્યાર સુધી મેળવેલા લાભને ગુમાવ્યા વિના જાહેર આરોગ્ય પ્રતિભાવો પર જોખમ મૂલ્યાંકન આધારિત અભિગમનું પાલન કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે થોડા દિવસો પહેલા રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મિઝોરમને એલર્ટ જારી કરીને રાજ્યમાં કોરોના નિયમોનું પાલન કરવા અને ભીડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ ચાર રાજ્યો માટે એલર્ટ જારી કરતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે આ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે આ રાજ્યોમાં, કોરોનાને લઈને વધારાની સાવચેતી રાખવામાં આવે અને કોરોના નિયમોનું કડકપણે પાલન કરવામાં આવે.
Advertisement
Tags :
Advertisement

.

×