વડાલીના થેરાસણામાં પતિના ત્રાસથી મહિલાએ દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું
- વડાલીના થેરાસણ ગામમાં મહિલાએ પતિથી કંટાળીને જીવન ટૂંકાવ્યું
- પતિના શારીરિક અને માનસિક ત્રાસથી મહિલા કંટાળીને ભર્યું અંતિમ પગલું
- પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધો હોવાનું સામે આવ્યું, પતિ કરવા માંગતો હતો બીજા લગ્ન
વડાલી તાલુકાના થેરાસણા ગામે રહેતી એક મહિલાને પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોવાથી મહિલાના પતિ અવારનવાર તુ મને ગમતી નથી, મારે બીજી પત્ની લાવવી છે તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપી આ મહિલાને ઘરની બહાર કાઢી મૂકતા કંટાળીને આ મહિલાએ આઠ દિવસ અગાઉ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત થયાની ફરીયાદ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.
આ અંગે પોશીના તાલુકાના લાંબડીયા ત્રણ રસ્તા પર રહેતા વિનોદભાઈ રેવાભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેમની દિકરી સુમિત્રાબેનના લગ્ન થેરાસણા ગામે રહેતા દિપકભાઈ અમીચંદભાઈ પટેલ સાથે કરાયા હતા. પરંતુ સુમિત્રાબેનના પતિ દિપકભાઈને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હતા જેથી અવારનવાર દિપકભાઈ સુમિત્રાબેનને એવુ કહેતા હતા કે તુ મને ગમતી નથી, મારે બીજી પત્નિ લાવવી છે એમ કહી મારઝુડ કરી શારિરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
જેથી સુમિત્રાબેને ત્રાસ સહન ન થતાં ગત તા.14 ઓગસ્ટના રોજ પતિએ મરવા સુધી દુષ્પ્રેરણ કરતા આખરે ઘરે જંતુનાશક દવા ગટગટાવી દીધી હતી. ત્યારબાદ સુમિત્રાબેનની તબિયત લથડતા પરિવાર ધ્વારા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સુમિત્રાબેનનું મોત થતાં વિનોદભાઈ પ્રજાપતિએ થેરાસણાના દિપકભાઈ અમીચંદભાઈ પટેલ વિરૂધ્ધ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો- ગાંધીનગર બ્રેકિંગ : પ્રોબેશન પીરિયડમાં જ લાંચકાંડનો આરોપી અધિકારી બરખાસ્ત, કૃષિ વિભાગે લીધો કડક નિર્ણય
અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા


