ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : લાંચ કેસમાં ફરાર આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની ACB એ કરી ધરપકડ

અધિક સચિવ દિનેશ પરમારના સાગરીત ગિરીશ પરમારની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે.
08:56 PM Apr 17, 2025 IST | Vipul Sen
અધિક સચિવ દિનેશ પરમારના સાગરીત ગિરીશ પરમારની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે.
ACB_Gujarat_first
  1. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ લાંચ કેસમાં ઝડપાયા (Ahmedabad)
  2. 15 લાખની લાંચના કેસમાં ACB એ અધિક સચિવ દિનેશ પરમારની ધરપકડ કરી
  3. અધિક સચિવ દિનેશ પરમારના સાગરીતની અગાઉ ધરપકડ થઈ હતી
  4. સાગરીત ગિરીશ પરમારની ધરપકડ બાદ દિનેશ પરમાર ફરાર હતા
  5. ACB એ 15 લાખની લાંચના કેસમાં ધરપકડ બાદ કરી આગળની કાર્યવાહી

Ahmedabad : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના (Health and Family Welfare Department) અધિક સચિવ દિનેશ પરમારની લાંચ કેસમાં ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અધિક સચિવ દિનેશ પરમારના (Dinesh Parmar) સાગરીત ગિરીશ પરમારની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે, દિનેશ પરમાર ફરાર હતા. આ કેસમાં સરકારી ડેન્ટલ કોલેજનાં નિવૃત ડીન ગિરીશ પરમારે (Girish Parmar) બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ફરિયાદી પાસેથી 30 લાખની લાંચ માગી હતી, જેમાં 15 લાખ રૂપિયા એડવાન્સ માગ્યા હતા. જો કે, એસીબીએ છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Amreli : એવું તો શું થયું ? કે SP સંજય ખરાતે એક ઝાટકે 14 પોલીસકર્મીઓને કરી દીધા સસ્પેન્ડ

ભાવનગરની ડેન્ટલ કોલેજનાં નિવૃત્ત ડીન 15 લાંખની લાંચ લેતા ઝડપાયા હતા

થોડા દિવસ પહેલા ભાવનગરની ડેન્ટલ કોલેજનાં (Bhavnagar Dental College) નિવૃત ડીન ગિરીશ પરમારની રૂ. 15 લાખની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બોગસ મેડિકલ પ્રેક્ટિસ (Bogus Medical Practice) બાબતે નિવૃત ડીન ગિરીશ પરમારે ફરિયાદી પાસેથી 30 લાખની લાંચ માગી હતી. જો કે, ફરિયાદી લાંચ આપવા ન માગતા હોવાથી ACB માં ફરિયાદ કરી હતી. એસીબીએ છટકું ગોઠવીને ગિરીશ પરમારને લાંચ લેતા ઝડપી લીધા હતા. આ કેસમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર પણ સામેલ હોવાથી તપાસ હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો - Aravalli : પશ્ચિમ બંગાળમાં ફરજ સમયે લાલપુરનાં BSF જવાનનું હાર્ટ એટેકથી મોત

હવે ફરાર અધિક સચિવ દિનેશ પરમારની કરાઈ ધરપકડ

ACB એ અગાઉ અધિક સચિવ દિનેશ પરમારના (Dinesh Parmar) સાગરીતની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ બાદ આખરે અધિક સચિવ દિનેશ પરમારની ધરપકડ કરવામાં એસીબીને સફળતા મળી છે. બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ખંડણી મામલે આરોપી અધિકારી દિનેશ પરમારે ગાંધીનગરમાં (Gandhinagar) મિટિંગ માટે બોલાવ્યા હોવાનો આરોપ છે. દિનેશ પરમારની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Surendranagar : રોડ વચ્ચે બાઇક ઊભી રાખી લુખ્ખા તત્વે કાર સવાર પરિવાર પર કર્યો જીવલેણ હુમલો!

Tags :
ACBAdditional SecretaryAhmedabadBhavnagar Dental CollegeBogus Medical Practicebribe caseCrime NewsDinesh ParmarGandhinagarGirish ParmarGUJARAT FIRST NEWSGujarat PoliceHealth and Family Welfare DepartmentRetired Dean of Government Dental CollegeTop Gujarati News
Next Article