Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : રખડતાં ઢોરને લઈ જતી AMC ની ટીમ, પોલીસકર્મીઓ પર હુમલો! Video વાઇરલ

Ahmedabad માં જાણે પોલીસનો ભય જ ન હોય તેવી ઘટના! ઢોર લઈ જતી AMC ની ગાડી 3 લુખ્ખા તત્વોએ રસ્તા વચ્ચે રોકી બે શખ્સે પોલીસકર્મીઓને પકડી રાખી ઝપાઝપી કરી ત્રણમાંથી એક શખ્સે ગાડીમાંથી પશુઓને ભગાડી મૂક્યા પોલીસકર્મીઓ સાથેની ઝપાઝપીનો...
ahmedabad   રખડતાં ઢોરને લઈ જતી amc ની ટીમ  પોલીસકર્મીઓ પર હુમલો  video વાઇરલ
Advertisement
  1. Ahmedabad માં જાણે પોલીસનો ભય જ ન હોય તેવી ઘટના!
  2. ઢોર લઈ જતી AMC ની ગાડી 3 લુખ્ખા તત્વોએ રસ્તા વચ્ચે રોકી
  3. બે શખ્સે પોલીસકર્મીઓને પકડી રાખી ઝપાઝપી કરી
  4. ત્રણમાંથી એક શખ્સે ગાડીમાંથી પશુઓને ભગાડી મૂક્યા
  5. પોલીસકર્મીઓ સાથેની ઝપાઝપીનો વીડિયો વાઇરલ

Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર રખડતાં ઢોરને પકડી લઈ જતી એએમસીની ગાડી અને પોલીસકર્મીઓ પર 2-3 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં દેખાય છે કે 3 જેટલા શખ્સો પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી ઢોરને ભગાડી ફરાર થયા છે. આ ઘટના વસ્ત્રાપુરમાં (Vastrapur) આવેલ ઉદગમ સ્કૂલ પાસે બની હોવાનું માલૂમ થયું છે. આ મામલે પોલીસે વીડિયોનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - સેવન્થ ડેના પ્રિન્સિપાલના પુત્ર ઈમેન્યુઅલનો મેસેજ થયો વાયરલ; કર્યો ચોંકાવનારો દાવો

Advertisement

Advertisement

Ahmedabad માં રખડતાં ઢોર લઈ જતી AMC ની ગાડી 3 લુખ્ખા તત્વોએ રોકી

અમદાવાદમાં (Ahmedabad) રખડતાં ઢોરના આતંક સામે તંત્રે લાલ આંખ કરી છે. જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને પકડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) ટીમ દ્વારા ઢોરવાડામાં લઈ જવામાં આવે છે. જો કે, આ ઝુંબેશ દરમિયાન પશુ ટીમ પર કેટલીક વાર ઢોર માલિકો દ્વારા હુમલા કર્યો હોવાની ઘટના પણ સામે આવી છે. ત્યારે આવી જ વધુ એક ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયો શહેરનાં વસ્ત્રાપુરમાં આવેલ ઉદગમ સ્કૂલ પાસે બનેલી ઘટનાનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં દેખાય છે કે રખડતાં ઢોરોને લઈ જતી AMC ની ગાડી 3 શખ્સ રસ્તા વચ્ચે રોકે છે.

આ પણ વાંચો - હવામાન વિભાગની નવી આગાહી : 6 દિવસ રાજ્યના 20 જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

ત્રણમાંથી એક શખ્સે ગાડીમાંથી પશુઓને ભગાડી મૂક્યા

ત્યાર બાદ 2 ગુંડાઓએ એએમસીની ટીમ સાથે આવેલ 2 પોલીસકર્મીને પકડ્યા હતા, જ્યારે 3 માંથી 1 શખ્સે પશુઓને ગાડીમાંથી ભગાડી ફરાર થયા હતા. રખડતાં ઢોરોને લઈ જતી એએમસીની ગાડી રોકી 3 શખ્સોએ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ધોળા દિવસે જાહેર માર્ગ પર પોલીસકર્મીઓ સાથે લુખ્ખા તત્વો દ્વારા ઝપાઝપી થતાં વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળે છે. આ મામલે પોલીસે વીડિયોનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બીજી તરફ જો પોલીસકર્મીઓ સાથે લુખ્ખા તત્વોની દાદાગીરી અને ઝપાઝપીની ઘટના બને તો પછી સામાન્ય જનતાની સુરક્ષાનું શું ? તેવા પ્રશ્નો લોકો વચ્ચે થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Gandhinagar : સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલાયા, 28 ગામમાં એલર્ટ જાહેર

Tags :
Advertisement

.

×