Ahmedabad: વિરાટનગરમાં પાટીદાર અગ્રણી-બિલ્ડરની મર્સિડીઝમાંથી મળી લાશ
- Ahmedabad: મોડી રાત્રે કારમાંથી મળ્યો બિલ્ડરનો મૃતદેહ
- તિક્ષ્ણ હથિયારના ઘા મારી બિલ્ડરની હત્યા
- મૃતકના પુત્રની ફરિયાદને આધારે તપાસ ચાલુ
Ahmedabad: શહેરના વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. જેમાં મોડી રાત્રે કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળ્યો છે. ત્યારે તિક્ષ્ણ હથિયારના ઘા મારી બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. હિંમત રૂદાણી નામના બિલ્ડરની નિર્મમ હત્યા થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. મર્સિડીઝ કારમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં વિરાટનગર બ્રિજની નીચે કારમાંથી મૃતદેહ મળ્યો છે. મૃતકના પુત્રની ફરિયાદને આધારે તપાસ ચાલુ કરાઇ છે.
હત્યા કેસમાં ઓઢવ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ
આ હત્યા કેસમાં ઓઢવ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં હિમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ રહે. હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ શહેર તથા પપ્પુ હિરાજી મેઘવાલ રહે.જાવલ શીરોહી તેમજ ત્રીજો આરોપી સગીર છે. ત્રણ આરોપીઓની રાજસ્થાનના શીરોહી પાસેથી ધરપકડ કરાઇ છે.
મૃતદેહ વિરાટનગર બ્રિજ નીચે પાર્ક કરેલી તેમની મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો
FSLની ટીમને સાથે રાખી પોલીસની તપાસ શરુ થઇ છે. જેમાં બિલ્ડર છેલ્લે ક્યાં ગયા હતા તે મુદ્દે તપાસ થશે. સવારથી મૃતક કોને મળ્યા તે દિશામાં તપાસ થશે. ઘટના એવી છે કે જાણીતા બિલ્ડર હિંમત રૂદાણીની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. તેમનો મૃતદેહ વિરાટનગર પુલ નીચે તેમની જ મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો છે.
અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડરની હત્યા
મોડી રાત્રે કારમાંથી મળ્યો બિલ્ડરનો મૃતદેહ
તિક્ષ્ણ હથિયારના ઘા મારી બિલ્ડરની હત્યા
હિંમત રૂદાણી નામના બિલ્ડરની નિર્મમ હત્યા
મર્સિડીઝ કારમાં મળી આવ્યો બિલ્ડરનો મૃતદેહ
વિરાટનગર બ્રિજની નીચે કારમાંથી મળ્યો મૃતદેહ
મૃતકના પુત્રની ફરિયાદને આધારે… pic.twitter.com/594hibvwmg— Gujarat First (@GujaratFirst) September 14, 2025
Ahmedabad: શરીર પર 12 થી 15 ગંભીર ઈજાના નિશાન
તેમના શરીર પર 12 થી 15 ગંભીર ઈજાના નિશાન હતા. શનિવારે મોડી રાત્રે અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં બિલ્ડર હિંમત રૂદાણીની ક્રૂર હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હિંમત રૂદાણીનો મૃતદેહ વિરાટનગર બ્રિજ નીચે પાર્ક કરેલી તેમની મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો હતો.
હિંમત રૂદાણીનો મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યો
બિલ્ડરના શરીર પર ઘણા ઈજાના નિશાન મળી આવ્યા છે, જે હત્યાની ક્રૂરતા દર્શાવે છે. ઘટનાની માહિતી મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ ઘટના વિરાટનગર પુલ નીચે બની હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જ્યારે તેઓએ કારની તપાસ કરી ત્યારે હિંમત રૂદાણીનો મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યો હતો.
છેલ્લે દીકરાએ 11 વાગ્યે રિંગ રોડ પર જોયા હતા
પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમની ગાડીના ડેકીમાં મૃતદેહ મૂકવામાં આવ્યો હતો. શરીર પર ચપ્પાના ઘા મારીને હત્યા કરી હોય તેવા નિશાન મળ્યા હતા. બિલ્ડર હિંમતભાઈ સવારે પોતાના ઘરેથી કન્સ્ટ્રક્શન સાઇટ પર જવા નીકળ્યા હતા. 11 વાગ્યે મૃતકના દીકરાએ મૃતકને રિંગ રોડ પર પસાર થતા જોયા હતા. હત્યા પૈસાની લેતી દેતીમાં થઇ હોવાની પોલીસને શંકા છે. હાલ પોલીસે પૂછપરછ અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Gujarat: રેવન્યુ તલાટી વર્ગ-3ની પરીક્ષા, 2384 જગ્યા માટે અંદાજિત 4 લાખ ઉમેદવારો


