Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વટવા GIDC માં ગરબા આયોજકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર!

ઘટનાની જાણ થતા વટવા GIDC પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ahmedabad   વટવા gidc માં ગરબા આયોજકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર
Advertisement
  1. Ahmedabad નાં વટવા GIDC માં ગરબા આયોજકે કર્યો આપઘાત
  2. મહાલક્ષ્મી એસ્ટેટમાં દુકાનમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
  3. બપોરનાં સમયે ફેબ્રિકેશનની દુકાનમાં જીવન ટુંકાવ્યું
  4. મંયક પરમાર નામનાં 44 વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું
  5. મયંક પરમારે ગેલેક્ષી રાસ ગરબાનું કર્યું હતુ આયોજન

Ahmedabad : વટવા GIDC માં (Vatva GIDC) ગરબા કાર્યક્રમનું આયોજન કરનારા એક આયોજકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના બની છે. મહાલક્ષ્મી એસ્ટેટમાં આવેલી દુકાનમાં ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતા વટવા GIDC પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surendranagar : સરા-ધ્રાંગધ્રા રોડ પર મોડી રાતે સર્જાયો ગોઝારો અકસ્માત, 3 નાં મોત

Advertisement

Ahmedabad નાં મહાલક્ષ્મી એસ્ટેટમાં દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) વટવા GIDC વિસ્તારમાં આવેલા નિહાલબાગ મહાલક્ષ્મી એસ્ટેટમાં રહેતા અને ફેબ્રિકેશનની દુકાન ચલાવતા 44 વર્ષીય મયંક પરમારે (Mayank Parmar) આપઘાત કર્યો છે. બપોરનાં સમયે દુકાનમાં જ ગળેફાંસો ખાઈને મયંકે આત્મહત્યા કરી છે. મૃતક મયંક પરમાર ગેલેક્સી રાસ ગરબાનાં આયોજક હતા. તેઓ નવરાત્રિ મહોત્સવમાં (Navratri 2025) સક્રિય ભૂમિકા ભજવતા હતા.

Advertisement

આ પણ વાંચો - Rupal માં વરદાયિની માતાજીની પલ્લી : 5000 વર્ષ જૂની પરંપરા, લાખો ભાવિકોની હાજરી

આત્મહત્યા પાછળનું કારણ અકબંધ, પરિવાર ગમગીન

આ ઘટનાની જાણ થતાં વટવા GIDC પોલીસ (Vatva GIDC Police) તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, મયંક પરમારે કયાં કારણોસર આત્મહત્યા કરી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, પોલીસે સઘન કાર્યવાહી આદરી છે. મયંક પરમારના અચાનક અવસાનથી પરિવાર અને મિત્ર વર્તુળોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો - વાવ-થરાદ જિલ્લાના નવા SP Chintan Teraiya, ધર્મેન્દ્ર શર્માને બોટાદ SPની જવાબદારી

Tags :
Advertisement

.

×