Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Hit and Run : કોર્ટ બહાર પોલીસની હાજરીમાં આરોપી પર હુમલો કરનારા 4 ની ધરપકડ

અકસ્માતના કિસ્સામાં ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા સમયે મૃતકના મિત્રોએ જાનથી મારી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો.
ahmedabad hit and run   કોર્ટ બહાર પોલીસની હાજરીમાં આરોપી પર હુમલો કરનારા 4 ની ધરપકડ
Advertisement
  1. Ahmedabad Hit and Run અકસ્માતમાં આરોપી પર હુમલો કરનારા 4 ઝબ્બે
  2. આરોપી રોહન સોનીને કોર્ટમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે કરાયો હતો હુમલો
  3. અમારા મિત્રની હત્યી કરી, એટલે તેની પણ હત્યા કરી નાંખો : હુમલાખોરો
  4. હુમલો કરતા સમયે કોર્ટમાં રજૂ કરવા જનાર PSI ને પણ ઇજા પહોંચી હતી

Ahmedabad : નેહરુનગર ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ નજીક સર્જાયેલા 'Hit and Run' અકસ્માતના આરોપીને માર મારવા મામલે કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અકસ્માતના કિસ્સામાં ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા સમયે મૃતકના મિત્રોએ જાનથી મારી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. હુમલો કરતા સમયે તેઓ બૂમો પણ પાડી હતી કે, આરોપી રોહને તેમના મિત્રની હત્યા કરી નાખી છે એટલે તેની પણ હત્યા કરી નાંખો.

આ પણ વાંચો - Ahmedabad Hit and Run : ઝાંસી BRTS પાસે 'હિટ એન્ડ રન' કેસના આરોપીનો કોર્ટ પરિસરમાં જ ટપલીદાવ!

Advertisement

Advertisement

10 ઓગસ્ટની મોડી રાતે હિટ એન્ડ રનમાં 2 યુવકનાં મોત થયા

અમદાવાદનાં નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે 10 ઓગસ્ટની મોડી રાતે ગંભીર અકસ્માત (Ahmedabad Hit and Run) સર્જાયો હતો. બેફામ આવતા બ્રેઝા કારચાલકે એક્ટિવા પર જઈ રહેલા બે યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર સવાર અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના બે યુવકનું મોત નીપજ્યું હતું. આ કિસ્સામાં ઝડપાયેલ આરોપી રોહન સોનીને (Rohan Soni) મંગળવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં (Metropolitan Court) રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Junagadh : મેંદરડા વાડી વિસ્તારમાં જુગારધામ પર દરોડા, 40 જુગારીઓની ધરપકડ

મૃતકના મિત્રોએ કોર્ટની બહાર આરોપી પર હુમલો કર્યો હતો

જો કે, કોર્ટની બહાર મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થયું હતું. પોલીસવાનમાંથી જ્યારે આરોપી રોહનને પોલીસ કોર્ટમાં લઈ જઈ રહી હતી. ત્યારે રોષે ભરાયેલા કેટલાક લોકોએ આરોપી રોહન પર ટપલીદાવ કર્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલ બે યુવકનાં મિત્રોએ ભેગા થઈને જાનથી મારી નાખવાના ઇરાદે પોલીસની હાજરીમાં જ હુમલો કર્યો હતો. આરોપી રોહન સોની પર હુમલો કરતા સમયે કોર્ટમાં રજૂ કરવા જનાર PSI ને પણ ઇજા પહોંચી હતી. જેમના દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં (Karanj Police Station) હુમલા બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદનાં આધારે કારંજ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ : કોંગ્રેસ-બીજેપીની રાજનીતિમાં પિસાતો આદિવાસી સમાજ

Tags :
Advertisement

.

×