Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: કુબેરનગરમાં પતિ બન્યો હેવાન, આઝાદ મેદાન પાસે પત્ની-સાસુને જીવતી સળગાવી

Ahmedabad: પારિવારિક કંકાસમાં પત્ની-માતાને સળગાવ્યા ગંભીર રીતે દાઝેલા પત્ની-માતા હોસ્પિટલમાં દાખલ સરદારનગર પોલીસે સ્થળ પર પહોંચી શરૂ કરી તપાસ Ahmedabad: કુબેરનગરમાં પતિ હેવાન બન્યો હતો. જેમાં આઝાદ મેદાન પાસે પત્નીને જીવતી સળગાવી છે. પારિવારિક કંકાસમાં યુવકે પત્ની-માતાને સળગાવ્યા છે....
ahmedabad  કુબેરનગરમાં પતિ બન્યો હેવાન  આઝાદ મેદાન પાસે પત્ની સાસુને જીવતી સળગાવી
Advertisement
  • Ahmedabad: પારિવારિક કંકાસમાં પત્ની-માતાને સળગાવ્યા
  • ગંભીર રીતે દાઝેલા પત્ની-માતા હોસ્પિટલમાં દાખલ
  • સરદારનગર પોલીસે સ્થળ પર પહોંચી શરૂ કરી તપાસ

Ahmedabad: કુબેરનગરમાં પતિ હેવાન બન્યો હતો. જેમાં આઝાદ મેદાન પાસે પત્નીને જીવતી સળગાવી છે. પારિવારિક કંકાસમાં યુવકે પત્ની-માતાને સળગાવ્યા છે. જેમાં ગંભીર રીતે દાઝેલા પત્ની-માતા હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે સરદારનગર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

કુબેરનગર આઝાદ મેદાન પાસે પતિ-પત્ની વચ્ચે કોઇ બાબતને ઝઘડો થયો

ઉલ્લેખનીય છે કે કુબેરનગર આઝાદ મેદાન પાસે પતિ-પત્ની વચ્ચે કોઇ બાબતને ઝઘડો થયો હતો. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય વાત છે. પરંતુ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જે બનાવ સામે આવ્યો છે તેના વિશે જાણીને તમે પણ નવાઈ પામી જશો. અહીંયા એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ તેની પત્નીને જીવતી સળગાવી દીધી હતી. સાથે જ પત્નીની માતા ઉપર પણ જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આરોપી પતિ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો છે. જેથી શહેરમાં આ બનાવ બાબતે ચકચાર મચી છે.

Advertisement

Ahmedabad: પત્ની અને તેની માતા ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

શહેરના કુબેરનગર વિસ્તારમાં આ બનાવ બન્યો છે. આઝાદ મેદાન પાસે એક દુકાન આવેલી છે. જ્યાં પતિ-પત્ની વચ્ચે કોઈ કારણને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું અને પતિએ તેની પત્નીને જીવતી સળગાવી દીધી હતી. આગ લાગતાની સાથે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. વાત માત્ર આટલેથી પૂરી નથી થતી કારણકે પતિએ તેની પત્નીની માતાને એટલે કે તેની સાસુ ઉપર પણ જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પત્ની અને તેની માતા ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Surat: ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી પકડાયો નકલી PSI

Tags :
Advertisement

.

×