Ahmedabad : શહેરમાં કેફેની આડમાં ચાલતુ ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું
- રાત્રિ દરમિયાન સરખેજ વિસ્તારમાં પીસીબીના દરોડા
- બ્રુ રોસ્ટ કાફેમાં પીસીબીની ટીમે પાડ્યા દરોડા
- નિકોટીન યુક્ત જુદા જુદા ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ કબ્જે
Ahmedabad : શહેરમાં કેફેની આડમાં ચાલતુ ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું છે. જેમાં અમદાવાદમાં રાત્રિ દરમિયાન સરખેજ વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડ્યા હતા. તેમાં બ્રુ રોસ્ટ કાફેમાં કેફેની આડમાં ગેરકાયદેસર હુક્કાબાર ચાલતુ હતુ. તેમજ નિકોટીન યુક્ત જુદા જુદા ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ફ્લેવર્સમાં નિકોટીનનું પ્રમાણ જાણવા FSL ની મદદ લેવાઈ છે.
સરખેજ પોલીસ ઉંઘતી રહી અને બહારની એજન્સીએ દરોડા પાડ્યા
શહેરના સરખેજ વિસ્તારમાં બ્રુ રોસ્ટ કાફેમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલતુ હતુ અને તેની પર પોલીસે દરોડા પાડયા હતા. જેમાં સરખેજ પોલીસ ઉંઘતી રહી અને બહારની એજન્સીએ દરોડા પાડ્યા છે. સરખેજ પોલીસને આ હુક્કાબાર ચાલે છે તેની કોઈ ખબર જ ન હતી કે પછી પાછલા બારણે પોલીસે જ પરમિશન આપી હતી તેવી લોક ચર્ચા ચાલી રહી છે.
સરખેજ વિસ્તારમાં અને સિંધુ ભવન રોડ પર વિવિધ કેફે આવેલા છે
પીસીબીની ટીમ અમદાવાદ પોલીસ કમિશનરની ટીમ હેઠળ કામ કરતી હોય છે ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં અને સિંધુ ભવન રોડ પર વિવિધ કેફે આવેલા છે. જેમાં સરખેજના બ્રુ રોસ્ટ કેફેમાં ગતરાત્રે પીસીબી પોલીસે દરોડા પાડીને નિકોટીન યુક્ત ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં ફ્લેવર્સમાં નિકોટીનનું પ્રમાણ જાણવા FSLની મદદ લેવામાં આવી છે.
હુક્કાઓને FSLમાં તપાસ માટે મોકલ્યા
પીસીબીએ સંખ્યાબંધ હુક્કાઓ અને ફ્લેવર જપ્ત કરી છે અને હુક્કાઓને FSLમાં તપાસ માટે મોકલ્યા છે. સરકારે હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો. વર્ષ 2016માં વટહૂકમ બહાર પાડી દંડની જોગવાઈ કરાઈ હતી. જેમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાને 3 વર્ષની જેલ અને 50 હજારના દંડની જોગવાઇ પણ કરવામાં આવી હતી. COTPA (Cigarettes and Other Tobacco Products Act) 2003માં સુધારો કરીનો આ નવો કાયદો બનાવવામાં આવ્યો હતો. બાદમાં ગુજરાત સરકારે COTPAમાં હુક્કાનો સમાવેશ કર્યો હતો. જો કે હુક્કા સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાંથી હર્બલ હુક્કા માટેની મંજૂરી લીધી હતી, પણ હવે હર્બલ હુક્કાના નામે નિકોટીન હુક્કાનું વેચાણ થઇ રહ્યું છે જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: PM Modi જામનગરની મુલાકાતે, સર્કિટ હાઉસથી રિલાયન્સમાં આવેલા વનતારા પહોંચ્યા