Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, 6 આરોપીની ધરપકડ

અમદાવાદ, મહેસાણા, માણસામાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ahmedabad   આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ  6 આરોપીની ધરપકડ
Advertisement
  1. આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ (Ahmedabad)
  2. અમદાવાદની પાલડી પોલીસે 6 આરોપીને દબોચ્યા
  3. 15 થી વધુ રાજ્યમાં લોકો સાથે છેતરપિંડી આચરી
  4. અત્યાર સુધીમાં રૂ.23.23 કરોડનાં ટ્રાન્જેક્શનનો કર્યા

Ahmedabad : પાલડી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 6 આરોપીને દબોચી આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ કરતી ગેંગનો (International Cyber Fraud Gang) પર્દાફાશ કર્યો છે. આ ગેંગ 15 થી વધુ રાજ્યમાં લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનો પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ ગેંગ સામે દેશભરમાં સમન્વય પોર્ટલમાં 518 ફરિયાદો મળી હોવાની પણ માહિતી છે. અત્યાર સુધીમાં આરોપીઓએ રૂ. 23.23 કરોડનાં ટ્રાન્ઝેક્શનનો કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે. અમદાવાદ, મહેસાણા, માણસામાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Panchmahal : શહેરા તાલુકાની ઘટના, અચાનક ઘર થયું ધરાશાયી, 42 વર્ષીય મહિલાનું મોત

Advertisement

Ahmedabad ની પાલડી પોલીસે 6 આરોપીને દબોચ્યા

અમદાવાદની પાલડી પોલીસે (Paldi Police) એક મોટા આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરીને 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ગેંગે ભારતનાં 15 થી વધુ રાજ્યોમાં લોકો સાથે સાઇબર ફ્રોડ (Cyber Froud) થકી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. રાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ સમન્વય પોર્ટલ પર આ ગેંગ સામે 518 જેટલી ફરિયાદો નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ ગેંગે અત્યાર સુધીમાં રૂ. 23.23 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓની ધરપકડ અમદાવાદ, મહેસાણા (Mehsana) અને માણસા વિસ્તારોમાંથી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : ગોકુલનગરમાં ખેલાયો ખૂની ખેલ! 27 વર્ષીય યુવકની હત્યાથી ચકચાર!

આગળની તપાસમાં મોટા ખુલાસા થવાની વકી

માહિતી અનુસાર, પાલડી પોલીસે આ આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કરવા માટે ગુપ્ત માહિતી અને ટેકનિકલ તપાસનો સહારો લીધો હતો. આ ગેંગ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને છેતરતી હતી. ગેંગ લોકોના ખાતાઓમાંથી નાની-નાની રકમ ટ્રાન્સફર કરીને મોટા પાયે છેતરપિંડી આચરતી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગળની તપાસમાં મોટા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Amreli : જાફરાબાદ બંદર પર ફરી લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ, જાણો આગાહી!

Tags :
Advertisement

.

×